ભરૂચ,
જંબુસર તાલુકાના કાવા ગામના ઉતવાડિયા તળાવમાં માછલી પકડવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત નિપજતા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા કાવા ગામમાં રહેતા સતીશ રામાભાઈ રાઠોડ ગામમાં આવેલા ઉતવાડિયા તળાવમાં માછલી પકડવા ગયો હતો.આ દરમ્યાન અચાનક તે ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ તળાવ માં શોધખોળ આરંભતા સતીશના મૃતદેહને બહાર કાઢ્યો હતો.આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.જંબુસર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is