(ફૈજાન ખત્રી, છોટાઉદેપુર)
સાડા ચાર વર્ષની માસુમ બાળકીની કોઈ આટલી ઘાતકી રીતે હત્યા શું કેમ કરે ? આ સવાલ આજે દરેકના મનમાં ઉઠી રહ્યો છે.ખુનના કિસ્સા તો ઘણા જોયા અને સાંભળ્યા હશે, કોઈની સાથે જુના ઝઘડાની અદાવતમાં, રૂપિયાની લેતી-દેતીના મામલે અથવા તો પ્રેમ પ્રકરણ કે પછી પારિવારક કંકાસના કારણે હત્યાને અંજામ આપ્યો હોય જેવા અનેક કારણો હોય શકે છે.પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેના પાણેજ ગામે એક હ્રદય કંપાવતી ઘટના બની જેને સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. આરોપીની પોલીસે પુછતાછ કરતા તે કહેતો રહ્યો સામે જે કોઇ આવ્યું હોત તેને હું પતાવી દેવાનો હતો.
બાળકીની હત્યા મામલે છોટાઉદેપુર એસ.પી ઇમ્તિયાઝ શેખે વાત કરતા જણાવ્યું કે, ગતરોજ બોડેલી સ્થિત પાણેજા ગામે આવેલા આથમણા ફળીયામાં રહેતા રાજુભાઇ ઉર્ફે કાળુભાઈ તડવીની સાડા ચાર વર્ષની દીકરી રીતા તેની માતા જ્યોતિબેન સાથે ઘરની બહાર નિકળી હતી.માતાએ દિકરીને ઊંચકીને બહાર નિકળી અને તેજ સમય નજીકમાં રહેતો લાલ તડવી અચાનક આવી પહોંચ્યો અને તેને બાળકીને માતા પાસેથી ઝુંટવી ઘરમાં લઈ ગયો હતો.
ઘરમાં લઈ ગયા બાદ હેવાન બનેલા લાલા તડવીએ બાળકીને નિચે સુવડાવી કુહાડીના ઘા ઝીંકતા આખા ઘરમાં લોહીના ફુંવારા ઉંડ્યા હતા.લાલા તડવીએ સાડા ચાર વર્ષની બાળકીના ગળે કુહાડીના ઘા ઝીંકી માતા અને અન્ય લોકોની નજર સામે બાળકીની હત્યા કરી નાખી હતી.તેમણે વધુમાં જણાવ્યું કે, બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર તુરંત પહોંચી હતી.જ્યાં તપાસ કરતા હત્યારા લાલા તડવીને ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપીની પોલીસે પ્રાથમિક પુછતાછ કરતા તેણે જણાવ્યું કે, રાજુ તડવીએ તેની બહેનની હત્યા કરી નાખી છે, જેથી પોલીસે તપાસ કરતા લાલા તડવીની બન્ને બહેનો હયાત હોવાનું જાણવા મળ્યું હતુ.તેણે એમ પણ જણાવ્યું કે બાળકીની માતા સાથે તેની બોલાચાલી થઈ હતી અને તેને હત્યાને અંજામ આપ્યો છે.તેણે પોલીસની પુછતાછમાં એમ પણ જણાવ્યું કે, તેના પરિવારના તમામ સભ્યોને હું પતાવી દેવાનો છો, બાળકીની ક્રુરતાપૂર્વક હત્યા કરી તે સમયે એક વર્ષના બાળકને પણ તેને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેની માતા વચ્ચે હોવાથી તેનો બચાવ થયો હતો.
તેમણે જણાવ્યું કે પોલીસે તાંત્રિક વિધી અને અંધશ્રધ્ધાની દિશામાં પણ તપાસ હાથધરી હતી.પરંતુ આવું કોઈ કારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી. બાળકીની હત્યા કરનાર લાલા તડવી માનસિક વિકૃત અને તામસી સ્વભાવનો હોવાનુ હાલની તપાસમાં બહાર નિકળ્યું છે.લાલા તડવી કોઈપણ પ્રકારની તાંત્રિક વિધીનો જાણકાર નથી,તેની સામે ભુતકાળમાં આશરે બેથી ત્રણ પ્રોહિબીશનના ગુના નોંધાયેલા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is