ભરૂચ,
ભરૂચ એસીબીએ શુક્લતીર્થ પંચાયતમાં વારસાઈના કામ માટે લાંચ લેતા તલાટી સહિત ત્રણ લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગ્રામ પંચાયતમાં ફરિયાદી દોઢ વર્ષથી વારસાઈના કામ માટે ધક્કા ખાઈ રહ્યા હતા.ત્યારે ફરિયાદી તલાટી ઉમેશ પટેલને મળ્યા હતા અને તમામ ડોક્યુમેન્ટ આપ્યા હતા તેમ છતાં વારસાઈ નહીં કરી આપી ફરિયાદી તલાટીને મળતા તેઓએ ૮ હજાર રૂપિયા થશે અને VCE કેનિલભાઈને મળવા જણાવતા ફરિયાદી મળેલ અને વારસાઈને લગતી વાતચીત કરેલ પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીના પીઆઈ એમ.જે.શિંદેએ વડોદરા એકમના મદદનીશ નિયામક પી એચ ભેસાણીયાના સુપરવિઝનમાં છટકું ગોઠવવામાં આવતા આરોપીઓએ એકબીજાની મદદથી પંચાયત કચેરીની બહાર રોડ પર લાંચની રકમ સ્વીકારી હતી.જેમાં તલાટી કમ મંત્રી ઉમેશ નટવર પટેલ,વી.સી.ઈ રવિરાજસિંહ ઉર્ફે કેનીલ રાજેન્દ્રસિંહ પરમાર તેમજ ખાનગી વ્યક્તિ ચિરાગ મયુરકાંત ત્રિવેદી મળી ત્રણેય આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા.એસીબી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is