best news portal development company in india

નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવે સન્માનના ફુલહાર નહીં સ્વીકારવાનો નવીન અભિગમ અપનાવ્યો

SHARE:

– રાજપીપળા નગરપાલિકા સભ્ય પાર્થ જોશી દ્વારા પ્રમુખ નીલ રાવનું નોટબુક તથા પેન –પેન્સિલ સન્માનના રૂપમાં આપી આ નવતર અભિગમની શરૂઆત કરી

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ગુજરાતમાં સૌથી અને નાની વયના યુવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની વરણી થઈ છે.તાજેતરમાં જ મહિલા દિને ભાજપાની ૨૦૦ થી વધુ મહિલાઓનું સન્માન કર્યા પછી શુભેચ્છક દ્વારા ફુલહાર નહીં સ્વીકારી તેની સામે નોટબુક તથા પેન –પેન્સિલ જેવા સ્ટેશનરી સાહિત્યનું વિદ્યાર્થીઓ માટેના સન્માનના રૂપમાં પુસ્તક આપી આ નવતર અભિગમની શરૂઆત કરતા નીલ રાવના નવતરઅભિગમને લોકોએ સ્વીકાર્યું છે.જેના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર ૬ના પાલિકા સભ્ય પાર્થ જોશી અને એમના પરિવાર દ્વારા નવનિયુક્ત પ્રમુખ નીલ રાવનું નોટબુક તથા પેન – પેન્સિલ સન્માનના રૂપમાં આપી આ નવતર અભિગમની શરૂઆત કરી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે પણ સન્માનના ફુલહાર નહીં સ્વીકારવાનો અભિગમ અપનાવ્યો હતો.એમની પ્રેરણાથી નીલ રાવે પણ નોટબુક સ્વીકારવા આહવાન કર્યું હતું.

આ અંગે નીલ રાવે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે હાલ નર્મદા હાલ દરેક સમાજના આગેવાનો સન્માન સમારંભ યોજી રહ્યા છે.ત્યારે એમણે ફુલહારની જગ્યાએ નોટબુક તથા પેન-પેન્સિલ સન્માનના રૂપે સ્વીકારવાનું નક્કી કર્યું છે.ત્યારે ફુલહારની જગ્યાએ સન્માનના રૂપમાં ગરીબ આદિવાસીઓને ભણતરમાં ઉપયોગ થાય એવી નોટ બુકો તથા પેન-પેન્સિલો આપવા નીલ રાવે આહવાન કર્યું હતું.

આ બાબતે નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે ગરીબીને લીધે અંતરિયાળ વિસ્તારના કેટલાક આદિવાસીઓ અને અન્ય સમાજના લોકો નોટબુક ખરીદી શકતા ન હોવાથી એમના ભણતર પર અસર પડે છે.જેથી મારા સન્માનના રૂપમા મને જેટલી પણ નોટબુકો કે પેન-પેન્સિલો મળશે એને જરૂરિયાતમંદોને આપવામાં આવશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!