Follow Social Media Platform https://qr.link/wcpMXt
ભરૂચ,
ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે આનંદ કુમાર, IFS વન સંરક્ષક, સામાજીક વનીકરણ વર્તુળ,ભરૂચના માર્ગદર્શન હેઠળ યુ.આઈ.પ્રજાપતિ, નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ,ભરૂચની અધ્યક્ષતામાં એગ્રોફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય યોજના અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટીવેશન અને લોકલ ઈનીશીયેટીવના વિષય બાબતની એક દિવસિય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં ખેડુતોને વન વિભાગની બાંબુ મીશન યોજના તથા એગ્રો ફોરેસ્ટ્રી યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.બાંબુ વાવેતર માટે ખેડુતોને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે બાબુ તજજ્ઞ ચિરાગભાઈ સાંજા દ્વારા બાંબુ વાવેતર માટે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ વર્કશોપમાં મદદનીશ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ.ભરૂચ,બાંબુ તજજ્ઞ અને વનએરા બાંબુ એફ.પી.ઓ ચેરમેન વી.એમ.ચૌધરી,ચેરમેન,ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી ચિરાગભાઈ સાંજા તથા ગિરીશભાઈ પટેલ,તથા ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી,અશ્વિનસિંહ માંગરોલા,ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી બાલુભાઈ પટેલ તથા હરીશભાઈ પટેલ, શ્રીજી કોર્પોરેશન નર્સરી,વરણામા તથાસામાજિક વનીકરણ વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફીસર તથા ક્ષેત્રિય સ્ટાફ તેમજ ૫૦૦ જેટલા ખેડુતો વર્કશોપમાં હાજર રહ્યા હતા.તેમ ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is