આમોદ,
આમોદ નગરપાલિકા વેરા વસુલાત માટે કડક બની હતી.આમોદ નગરનાં કરોડો રૂપિયાના બાકી વેરા માટે પાલીકા તંત્ર દ્વારા ટકોર કરવા છતાં કેટલાક લોકો વેરો નહિ ભરતા પાલિકાએ દુકાનો સીલ મારવાની અને નળ કનેક્શન કાપવાની પ્રક્રિયા શરૂ કરી હતી.જેથી પાલિકાની કડક કાર્યવાહીથી બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.ત્યારે પાલીકાના કર્મચારીઓ પણ નાણાંકીય વર્ષના અંતિમ મહિનામાં વેરા વસૂલાત માટે કડક બની આમોદ નગરમાં આવેલી કેટલીક દુકાનોને સીલ કરી હતી અને નળ કનેક્શન પણ કાપી નાખ્યાં હતાં.
આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકની સૂચના મુજબ પાલિકા કર્મચારીઓ દ્વારા દર રોજ વેરો ઉઘરાવવા પાલિકા વિસ્તારમા ટીમો કાર્યરત રહે છે.પરંતુ કેટલાક લોકો વેરો નહી ભરતા પાલિકા દ્વારા નળ કનેક્શન કાપી તેમજ દુકાનો સીલ કરી વેરો વસૂલવાની કડક કાર્યવાહી કરી હતી.જેથી બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાયો હતો.
Follow me on Social Media Platform https://qr.link/wcpMXt

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is