– યુદ્ધમાં ઘવાયેલા રાજાએ વાંકોલના જંગલમાં ઘોડા ઉપર છુપાય ગયા હતા : રાજાને બચાવવા ઘોડાએ જોરજોરમાં અવાજ કરતા લોકોએ આવી સારવાર કરી હતી
– રાજાકુવામાં રાજા તરીકે પ્રચલિત છે આજેપણ તેમનું દેવસ્થાન છે : વણખૂંટા જંગલમાં શુરા હનુમાનજી દાદાની સ્થાપના રાજા વિજયસિંહે કરી હતી
ભરૂચ,
વર્ષો જૂનો ઈતિહાસ છે એક દિવસ હોળી પ્રગટાવવાનો.રાજા રજવાડાઓ સાથે જોડાયેલી કડી છે.એક લોકવાયકા મુજબ ધણા વર્ષ પહેલા અમે કહેવાય છે કે એક રાજા હતો તેના પોતાના રાજમા બીજા રાજાઓએ ચઢાઈ કરી દીધી હતી.આવા સમયે પોતાની રાજગાદી અને નગરને બચાવા સામનો કરી યુદ્ધ કર્યુ હતું.પરંતુ એકલા રાજાને આજુબાજુના રાજાઓ એકસંપ થઈ આક્રમણ કરેલુ તે વખતે લડતા લડતા પોતાના રાજ દરબાર માંથી યુદ્ધ કરતા કરતા તેમના સાત ધોડામાથી એક ધોડા ઉપર સવાર થઈ યુદ્ધ માંથી પરાજય થતા એમના વફાદાર ધોડા પર સવાર થઈ જંગલમાં નાસી ગયા હતા.પરંતુ એમની પાછળ ધણુ મોટું લશ્કર પડેલુ હતુ. રાજા યુદ્ધ કરી પ્રતિકાર કરતા ઘણા ઘવાય ગયા હતા. તેમના શરીર પર અનેક ઘા થયા હતા.તે વખતે રાજાકુવા પાડાગામ નજીક આવેલુ ગામ વાકોલ ગામના ગાઢ જંગલ ઝાડીમા જઈ સંતાય ગયા હતો.એક વુક્ષ નીચે ધોડાની પીઠ પર વાકો વડી સંતાય ગયા હતા.ધોડો પણ એટલો વફાદાર હતો કે હલન ચલન કર્યા વગર ઉભો રહ્યો હતો.બીજા રાજાઓ તેની શોધખોળ કરવા માટે જંગલમા આવેલા પણ વાંકોલનુ જંગલ એટલુ ગાઢ હતુ.જેના કારણે રાજાની નજીકથી પસાર થયા પરંતુ એમને રાજાનો ધોડો નજરે પડ્યા નહિ.આના ઉપરથી વાંકોલ ગામનુ નામ પડ્યું હતું.વાંકોલનો રાજા વાકર રાજા તરીકે પ્રચલિત છે આજેપણ તેમનું દેવસ્થાન છે.રાજાની હાલત એટલી નાજુક હતી.તેના ધોડાને પણ ધા વાગ્યા હતા પરંતુ ધોડાની વફાદારી હતી.જેણે રાજાને બચાવવા જોરજોરથી અવાજ કરતા નજીકના ગામ વાકોલ માંથી તેને મદદ મળી રહે ધોડાનો અવાજ સાંભળી લોકો જંગલમાં આવતા રાજાને ઈજાગ્રસ્ત જોતા તેની સારવાર કરી સાજો કર્યો હતો.વાંકોલની બાજુના ગામ રાજાકુવા પાડા નજીક વણખુટા ગામમા ત્યારથી એક દિવસ પહેલાં હોળી દહન થાય છે જે ધણા વર્ષો જુનો ઈતિહાસ રહેલો છે.
દોઢસો વર્ષ પહેલા રાજપીપળાના વિજયસિંહ રાજાએ વણખૂંટાના જંગલમાં છુપાયને રહેતા હતા તેના નામ ઉપરથી રાજાકુવા નામ પડ્યું હતું તેમણે શુરાહનુમાનજી દાદા મૂર્તિનું સ્થાપના કરી હતી.ત્યારથી વણખૂંટા ગામમાં રાજાએ હોળીના આગલા દિવસે ચૌદશે હોળી પ્રગટાવતા આ ધારો પડી ગયો છે.રાજાની હોળી પ્રગટાવ્યા બાદ આજુબાજુના બીજા ગામોમા હોળી પ્રગટાવવામાં આવે છે.અહીં હોળી પ્રગટાવવા રાજપીપળાનો રાજવી પરીવાર પણ આવતો હોય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is