– આંતર રાજ્યની બોર્ડર સીલ કરી પોલીસ જવાનો ખડકી દેવાયા : મહારાષ્ટ્રની બોર્ડર સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સઘન ચેકીંગ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
હોળી ધૂળેટી પર્વે દારૂની રેલમછેલ ના થાય એ માટે નર્મદા પોલીસે એક્શન પ્લાન અમલમાં મુક્યો છે.જેમાં આંતર રાજ્યની બોર્ડર સીલ કરી પોલીસ જવાનો ખડકી દેવાયા છે.ખાસ કરીને મહારાષ્ટ્રની બોર્ડર સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સઘન ચેકીંગ હાથ ધરાતા બુટલેગરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.
મોટા તહેવારો હોય કે લોકમેળા ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાનો મોકો બૂટલેગરો શોધતા જ હોય છે.ત્યારે આજથી હોળી ધૂળેટી નો મોટો પર્વ હોય રાજ્યમાં વિદેશી બનાવટ ના દારૂની માંગ ખૂબ વધી જાય છે ત્યારે ગુજરાત રાજ્યની બોર્ડર એવા નર્મદા જીલ્લા માંથી દારૂ નો મુદ્દામાલ પ્રવેશી રાજ્યના શહેરોમાં ના વેચાય એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા એક એક્શન પ્લાન બનાવી આંતર રાજ્યની બોર્ડર સીલ કરી દીધી જ્યાં પોલીસ જવાનો ખડકી દેવાયા જેમાં ખાસ સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સાગબારા ઈન્ચાર્જ પી.આઈ સી.ડી પટેલ અને પી.એસ.આઈ પી.આર ચૌધરી સહિત સાગબારા પોલીસની ટીમ ખડકી દેવા સાથે LCB અને SOG ની ટીમો સતત પેટ્રોલિંગ રાત્રી દરમ્યાન કરવામાં આવી રહ્યું છે.સાગબારાની ધનસેરા પર ગાડીનું ચેકીંગ અને નોંધણી પણ કરવામાં આવી રહી હોય પોલીસની કડક ચેકીંગને કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is