best news portal development company in india

માંડવા ટોલ પ્લાઝા પર ભરૂચની સ્થાનિક પ્રાઈવેટ નાના વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ

SHARE:

– રાત્રિ દરમ્યાન ટોલ પ્લાઝા પર મહિલા કર્મચારીઓને ટોલ વસૂલવા બેસાડવામાં આવતા કલેકટરને રજૂઆત કરવામાં આવી

– ભરૂચના સાંસદ,પ ધારાસભ્યો, જીલ્લા પંચાયત પ્રમુખ સહિત તમામ તાલુકા પંચાયતોના પ્રમુખો મુક પ્રેક્ષક બની લાચાર જોવા મળી રહ્યા છે

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

અમદાવાદ – મુંબઈ નેશનલ હાઈવે ને જોડતા હાઈવે ઉપર ભરૂચ – અંકલેશ્વર વચ્ચે માંડવા ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો જેવા કે પ્રાઈવેટ નાનકાર્ડ પાસેથી છેલ્લા ત્રણ દિવસથી ટોલ પ્લાઝા ના સંચાલકો દ્વારા ટોલટેક્સ વસૂલવામાં આવતા સ્થાનિકોમાં વિરુદ્ધ જોવા મળી રહ્યો છે.આ બાબતે સ્થાનિક વાહન ચાલકો અને ટોલ સંચાલકો વચ્ચે રોજિંદા તું તું મેં મેં ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે,માંડવા ટોલ પ્લાઝા પર છેલ્લી લાઈન માંથી સ્થાનિક વાહનોને અત્યાર સુધી ઢોલ માંથી મુક્તિ આપવામાં આવતી હતી.પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ફરીથી ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ બંધ કરી દેવામાં આવતા સ્થાન ઉપર સ્થાનિકોએ પણ ટોલ ચૂકવવા પડી રહ્યો છે.

આ બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ અગ્રણી ધનરાજસિંહ વસાવાએ જણાવ્યું હતું કે એક તરફ ભાજપના ભરૂચના સાંસદ,ધારાસભ્ય અને જીલ્લા પ્રમુખ હોળી ઉજવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભરૂચની પ્રજા પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે.ગઈકાલથી ભરૂચ માંડવા ટોલ પર ટોલના સંચાલકો દ્વારા સ્થાનિક જીજે ૧૬ પાસિંગ ગાડીઓ પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. તેમજ ટોલના સંચાલકો દ્વારા નિયમો નેવે મૂકીને મહિલાઓને ટોલ વસુલાત માટે રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી ફરજ પર બોલવામાં આવે છે. જે ગેરકાનૂની કૃત્ય છે.આ મુદ્દે ભરૂચ જીલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.જો આ પ્રશ્નોનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં નહીં આવેતો આવનાર દિવસોમાં તેનો વિરોધ કરી આંદોલન કરવામાં આવશે તેમ‌ જણાવ્યું હતુ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી કેબલ બ્રિજના ટોલ પર હાલમાં છ મહિનાથી નવી એજન્સી પાથ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.ત્યારથી આ એજન્સી દ્વારા પોતાના સ્વાર્થ માટે મહિલાઓને રાત્રિના બાર વાગ્યા સુધી ટોલ સંચાલનનું કામ સોંપવામાં આવે છે,જે લેબર લો માં ઉલ્લેખ કરેલ કાયદાની વિરુદ્ધનું છે,જ્યારે મહિલા સલામતી માટે સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે.ત્યારે આવા ટોલ સંચાલકો દ્વારા પોતાના સ્વાર્થ માટે મહિલાઓની સલામતી ખતરામાં મૂકવામાં આવી રહી છે,લેબર લો અને ફેક્ટરી એકટ પ્રમાણે જ્યારે મહિલાઓને રાત્રિ સમયે કામ કરવાની જોગવાઈ નથી તો નેશનલ હાઈવે પર રાત્રિના ૧૨ કલાક સુધી કેવી રીતે તેમને ટોલના સંચાલનના કામ માટે રાખવામાં આવે છે,આ બાબતની ગંભીર નોંધ લઈ કોઈ અધટીત ઘટના બને તે પહેલા યોગ્ય પગલાં ભરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!