(સંજય પટેલ,જંબુસર)
જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઈલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધુળેટીના દિને પૂર્વજોની પરંપરા મુજબ ઈલ્લાજીની સ્મશાન યાત્રા કાઢવામાં આવતા રહીશો જોડાયા હતા.
જંબુસરના પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે માટીમાંથી ઈલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે.ધુળેટીના દિવસે પટેલ ખડકી તથા આજુબાજુની ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે.
લોકવાયકા મુજબ ઈલ્લાજી હોલીકાનો પ્રેમી હતો.હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઈલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને અલગ અલગ કલરના ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો જણાવી રહ્યા છે.વર્ષોની આ પરંપરાનું જબુંસરના યુવાનોએ જાળવી રાખી ઈલ્લાજીની સ્મશાનયાત્રા કાઢી હતી.જેમાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયાં હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is