(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે પત્તાપાનાનો રૂપિયાથી હારજીતનો જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે અન્ય નવ ઈસમો પોલીસની રેઈડ જોઈને નાશી ગયા હતા.
ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસ ટીમને ખરચી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે ગોવાલી ગામે લીમડી ફળિયામાં પંચવટી બાગ નજીકના એક મકાનના પતરાના શેડની નીચે બેસીને કેટલાક ઈસમો રૂપિયાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે.પોલીસને મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરતા ત્યાં બેસીને કેટલાક ઈસમો જુગાર રમતા જણાયા હતા.ધટના સ્થળેથી બે ઈસમો ઝડપાઈ જતા તેમના નામ પુછતા તેમના નામ (૧) સુરેશ કાલિદાસ વસાવા અને (૨) દિપક રેવાદાસભાઈ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા ૯૯૦ તેમજ જુગાર રમવાના પત્તાપાના કબ્જે લીધા હતા.પોલીસની રેઈડ જોઈને (૩)દલસુખ અમીરભાઈ વસાવા (૪)શૈલેશ રમેશભાઈ વસાવ (૫)કિશન મનાભાઈ વસાવા (૬)રમેશ મથુરભાઈ વસાવા (૭) દિલિપ મથુરભાઈ વસાવા (૮)રાજુ ઈશ્વરભાઈ વસાવા (૯) નિલેશ મોહનભાઈ વસાવા (૧૦) કિરણભાઈ તેમજ (૧૧) અનિલભાઈ તમામ રહે.ગામ ગોવાલી લીમડી ફળિયું તા.ઝઘડિયા જી.ભરૂચનાઓ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is