– સિવિલ હોસ્પિટલ અને સેવાયજ્ઞ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિત દુબઈ ટેકરીમાં ભૂલકાઓને ટિફિન બોક્સ અને ભોલાવની ડેરા તલાવડી સેવા વસ્તીમાં ઠંડા પાણીની બોટલનું વિતરણ કરાયું
ભરૂચ,
પેજ સમિતિના પ્રણેતા, મજબૂત સંગઠનકર્તા, કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત,કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસની ભરૂચ ભાજપ અને યુવા મોરચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો ઠકી ઉજવણી કરવામાં આવી હતી.
પેજ સમિતિના પ્રણેતા,મજબૂત સંગઠનકર્તા, કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત,કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ૭૦ માં જન્મદિન નિમિત્તે ભરૂચ ભાજપ અને યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ અને સેવાયજ્ઞ ખાતે ભાજપ જીલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે યુવા મોરચાના જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ,મહામંત્રી શક્તિસિંહ પરમાર,શહેર યુવા મોરચાના પ્રમુખ મિહિર સોલંકી,ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ પરમાર,તાલુકા મહામંત્રી જ્યોતીન્દ્રભાઈ પટેલ,પાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
તો બીજી તરફ મકતમપુરમાં આવેલ દુબઈ ટેકરીમાં પણ ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,મહામંત્રી નિરલ પટેલ,પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનોના હસ્તે નાના ભૂલકાંઓને ટિફિન બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તો ભોલાવ જીઆઈડીસીમાં આવેલ ડેરા તલાવડી વિસ્તારમાં પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જીલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,જીલ્લા મહામંત્રી નિરલ પટેલ,જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલની ઉપસ્થિતિમાં ઠંડા પાણીની બોટલ વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is