(સંજય પટેલ,જંબુસર)
CISF ના ૫૬ માં સ્થાપના દિન નિમિત્તે સાયકલોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CISF દ્વારા સુરક્ષિત તટ,સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું ૭ માર્ચના રોજ ભારત સરકારના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.જેમાં એક ગ્રુપ જે ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ જે પશ્ચિમ બંગાળના બખ્ખાલીથી કુલ ૧૨૫ CISF ના કર્મચારીઓ જેમાં ૧૪ સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે.જે ૬,૫૩૫ કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે.લખપતથી નીકળેલા ૭૫ CISF કર્મચારીઓ જેમાં ચાર સાહસીક મહિલાઓ રવિવારની સાંજે ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે સાયકલ યાત્રિકો આવી પહોંચતા નાની બાળો દ્વારા પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું.ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા ભવ્ય સ્વાગત સાથે પુષ્પ માળા પહેરાવી સન્માન કર્યું હતું.ઢોલ નગારા સાથે સાઈકલ વીરોને દાંડી યાત્રી નિવાસ કારેલી ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ત્યાર બાદ પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ, CISF કમાન્ડર કૃતિકા નેગી, ઉપકમાન્ડર વી.એસ.પ્રતિહાર, મામલતદાર જંબુસર સહિત સરપંચ કારેલી,પીલુદરા, અગ્રણીઓ,ગ્રામજનો ભાઈ – બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.તો સોમવારની વહેલી સવારે આ સાઈકલ જંબુસરથી નીકળી ભરૂચ તરફ જવા રવાના થઈ હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is