ભરૂચ,
ભરૂચના આલી ઢાળ વિસ્તારમાં આવેલ ડાયમંડ પ્લાઝમાં આવેલી ઈલેક્ટ્રીક અને કુલરની દુકાનમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદ્દનસીબે વહેલી સવારે આગનો બનાવ બનતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી.પરંતુ સમગ્ર માલ સમાન બળીને ખાખ થતા દુકાન માલિકને નુકશાન થવા પામ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના આલી ઢાળ વિસ્તારમાં આવેલ ડાયમંડ પ્લાઝામાં સાહિબ માલિકની ગરમીથી રાહત આપતા કુલર અને ઈલેક્ટ્રિકની દુકાન આવેલી છે.જે દુકાનમાં બુધવારની વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર દુકાન આગની ઝપેટમાં આવી જતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડ્યા હતા.તો દુકાનની નજીકમાં રહેલ વીજ વાયરો અને વીજ થાંભલા પર તણખલા થવા પામ્યા હતા. આગની જાણ આસપાસના લોકોને થતા લોકો એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક ભરૂચ પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા બે ફાયર ટેન્ડરો લશ્કરો સાથે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો.જોકે કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.તો વીજ કંપનીમાં પણ આગની જાણ કરવામાં આવતા ટીમ ધટના સ્થળે દોડી આવી હતી અને આગ ક્યાં કારણોસર લાગી તે જાણવામાં પ્રયાસો કરવા સાથે આજુબાજુની દુકાનોમાં પણ વીજ મીટર ની તપાસ કરવામાં આવી હતી.
જોકે સદ્દનસીબે આગની બનાવ વહેલી સવારે બનતા કોઈ જાનહાનિ સર્જાવા પામી ન હતી.પરંતુ દુકાનમાં રહેલ સમગ્ર માલ સામાન અને કુલરો બળીને ખાખ થઈ જતા દુકાન માલિકને મોટું નુકશાની વેઠવાનો વાળો આવ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is