આમોદ,
પ્રજાપિતા બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે વર્કશોપ યોજાયો.
આમોદ તાલુકાના સરભાણ ગામે પ્રજાપિતા બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે આજરોજ સામાજીક વનીકરણ વિભાગ આમોદના સૌજન્યથી મારો તાલુકો હરિયાળો તાલુકો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં આવેલા મહેમાનોનું તુલસીના રોપા આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.ત્યાર બાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આં પ્રસંગે કરજણ સેવા કેન્દ્રના બ્રહ્મકુમારી દીપિકા દીદીએ પ્રાકૃત્તિક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યોં હતો.તેમજ આવેલા મહેમાનોને પ્રાસંગિક ઉદબોધન કરી ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી કરવાની હિમાયત કરી હતી.પ્રજાપિતા બ્રહ્મકુમારી વિદ્યાલય તરફની મહેમાનોને સ્મૃતિ ભેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે નાબાર્ડ બેન્કના પૂર્વ અધિકારી રાજેશ દવે, એફ.પી.ઓ.(FPO) ના ચેરમેન ગિરીશ પટેલ, ડિરેકટર શક્તિ પટેલ, રાજેન્દ્ર વાળંદ, આમોદના વિસ્તરણ અઘિકારી ધવલસિંહ રાજ,આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ,આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેને સુરેશ પટેલ,તાલુકા ભાજપનાં મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી તેમજ વન વિભાગના અધિકારીઓ સહિત ખેડૂતો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે સૌનો આભાર વ્યક્ત કરી વન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યોં હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is