ભરૂચ,
ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા અને વકફ બિલના વિરોધમાં જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ભરૂચના મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં હાથમાં ત્રિરંગા,બેનરો અને પ્લેકાર્ડ લઈ લોકોએ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવ્યું હતું.આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ભારતીય સંવિધાનની કલમ ૪૪ UCC અંગે માત્ર સિદ્ધાંતિક માર્ગદર્શન આપે છે. ગુજરાત સરકારનો પ્રસ્તાવિત UCC ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે.૨૦૧૮ ના લો કમિશન રિપોર્ટ મુજબ, UCCનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ.
સમાજના આગેવાનોએ મુખ્ય વાંધોએ ઉઠાવ્યો કે UCCની સુનાવણી રમઝાન મહિનામાં બપોરે ૪ વાગ્યે રાખવામાં આવી હતી.આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન હતા. વધુમાં, સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી.જેથી UCCની નવી સુનાવણી યોજવામાં આવે, જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે. આવેદનપત્રમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં ૩૨ ટકા લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને ૧૮ ટકા લઘુમતી સમુદાયો UCC થી પ્રભાવિત થશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is