best news portal development company in india

અદાણી ફાઉન્ડેશન દહેજની પર્યાવરણલક્ષી કામગીરીને વિધાનસભામાં મળ્યું સન્માન

SHARE:

ભરૂચ,

તાજેતરમાં ગુજરાત વિધાનસભાના સત્ર દરમ્યાન રાજ્યમાં પર્યાવરણલક્ષી કામગીરી કરતી કેટલીક સંસ્થાને આમંત્રિત કરી હતી.દરેક જીલ્લા માંથી એક સંસ્થાને આમંત્રણ હતું.ભરૂચ જીલ્લાનું પ્રતિનિધિત્વ અદાણી ફાઉન્ડેશન દહેજની ટીમએ કર્યું હતું.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા,રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ,અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિની હાજરીમાં અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિનું સન્માન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન છેલ્લા ૨-૩  વર્ષથી દહેજ પોર્ટની અંદર અને સમગ્ર વિસ્તારમાં વન વિભાગ ભરૂચ સાથે રહી વૃક્ષારોપણની ઝુંબેશ નિયમિત રીતે ચલાવે છે.એ કામગીરીના આધારે વન વિભાગ ભરૂચ દ્વારા અદાણી ફાઉન્ડેશનની પસંદગી કરવામાં આવી હતી.રાજ્યભરથી આવેલા પ્રતિનિધિઓએ વિધાનસભાની કાર્યવાહી જોઈએને મહાનુભાવો સાથે જળવાયુ પરિવર્તનની અસરને ખાળવાના પ્રયત્નો અંગે ચર્ચા કરી હતી. અદાણી ફાઉન્ડેશન દહેજના આસિસ્ટન્ટ મેનેજર યોગેશ મેઘપરાએ અદાણી સમૂહના ચેરમેન ગૌતમભાઈ અદાણીના ૧૦૦ મિલિયન વૃક્ષારોપણ અને અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા ભરુચ વિસ્તારમાં ૩૦,૦૦૦ ફળાઉ વૃક્ષોના વિતરણ અને એની સાથે સંકળાયેલા પર્યાવરણ અને આર્થિક પાસાના પ્રયોગની વિગતો આપી હતી.આ પ્રવૃત્તિ માત્ર પર્યાવરણને ટેકો આપે છે એટલું જ નહીં, નેત્રંગ તાલુકાનાં આદિવાસી વિસ્તામાં ૪૦થી વધુ ખેડૂતોએ પોતાના ખેતરમાં બાગાયત વિકસાવીને આદિવાસી વિસ્તારોના લોકોને આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરી છે.અદાણી ફાઉન્ડેશન દહેજની પ્રવૃતિની પ્રસંશા કરીને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!