best news portal development company in india

નજીકનાં સબ સ્ટેશનમાં આગ ભભૂકી ઊઠતાં હીથ્રો એરપોર્ટ શુક્રવારે બંધ રાખવું પડયું

SHARE:

લંડન : લંડનનું હીથ્રો એરપોર્ટ શુક્રવારે બંધ રાખવું પડયું હતું. જે ઇલેકિટ્રક સબ સ્ટેશનમાંથી વિદ્યુત તે એરપોર્ટ પર પહોંચાડવામાં આવે છે. તે સબ સ્ટેશનનાં ટ્રાન્સફોર્મર અચાનક ફાટી નીકળ્યું અને ટ્રાન્સફોર્મરને શીતલ રાખતું ઓઈલ સળગી ઉઠયું. આ સાથે એરપોર્ટ પરનો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જતાં એરપોર્ટ બંધ કરી દેવું પડયું હતું અને એરપોર્ટમાં રહેલા ૧૫૦ પ્રવાસીઓને એરપોર્ટમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.

આ આગ બુઝાવવા લંડનના ૧૦ અગ્નિશામકો કામે લગાડાયા પરંતુ આગ કાબુમાં ન આવતાં આસપાસમાંથી પણ અગ્નિ શામકો બોલાવી કુલ ૭૦ અગ્નિ શામકો કામે લગાડી દેવા પડયા. ૧૦ ફાયર એન્જિન પણ સક્રિય કરી દેવાયા.

આ આગથી તે સબ સ્ટેશનમાંથી વીજળી પહોંચાડાય છે. તેમાં અનેક મકાનોનો, દુકાનોનો પણ વીજળી પુરવઠો બંધ થઈ ગયો હતો. તેમ આસિસ્ટન્ટ કમિશનર પેટ ગૌલબર્ને પત્રકારોને જણાવ્યું હતું.

આ આગનું ફૂટેજ સોશ્યલ મીડિયા પર પ્રસારિત કરાયું હતું.

સ્કોટિશ એન્ડ સધર્ન ઇલેકિટ્રસીટી નેટવર્કસે તેના પોસ્ટ ઠ પર જણાવ્યું હતું કે, આશરે ૧૬,૩૦૦ ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આપત્તિકાલીન સેવાઓ તુર્ત જ કાર્યરત બનાવી દેવાઈ હતી. પરંતુ આગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી. આગ ટ્રાન્સફોર્મર ફાટી જવાથી લાગી પરંતુ ટ્રાન્સફોર્મર શા કારણે ફાટયું તે જાણી શકાયું નથી. તેથી આગનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી.

દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર ગૌલ બોર્ને લોકોને સલામતી માટે સતર્ક રહેવા કહ્યું હતું અને અગ્નિકાંડવાળા વિસ્તારમાં ન જવા કહ્યું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!