best news portal development company in india

ભાવનગર-હરિદ્વાર ટ્રેનને રદ્દ કરવાના બદલે ડાયવર્ટ રૂટ પર ચલાવવા નિર્ણય

SHARE:

ભાવનગર : બીકાનેર મંડળમાં લેવાયેલા બ્લોકના કારણે ભાવનગર-હરિદ્વાર-ભાવનગર ટ્રેનને વેકેશનના મહત્વના સમયગાળામાં જ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, આ નિર્ણયને રેલવે તંત્રએ હવે પાછો ખેંચી મે માસની કેન્સલ ટ્રીપોને ડાયવર્ટ રૂટ પર ચલાવવામાં આવશે.

ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશન વચ્ચે પેચ ડબલિંગના કામ માટે બ્લોક લેવાયો હતો. આ કારણે ભાવનગર મંડળની ભાવનગર-હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનને મે માસમાં કેન્સલ કરાઈ હતી. પરંતુ યાત્રિકોની સુવિધા અને ટ્રાફિકને જોતા રેલવે તંત્રએ ગહન ચર્ચા કર્યા બાદ હરિદ્વાર ટ્રેનને પરિવર્તિત માર્ગથી ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં કારણે ભાવનગર ટર્મિનસથી ઉપડતી હરિદ્વાર ટ્રેન તા.૮, તા.૧૨, તા.૧૫, તા.૧૯, તા.૨૨અને તા.૨૬ મેના રોજ મેડતા રોડ, ડેગાના જં., રતનગઢ જં., હિસાર જં., જાખલ જં., ધુરી જં.ના બદલે મેડતા રોડ, બીકાનેર જં., બઠિણ્ડા જં. અને ધૂરી જં. થઈ ચાલશે. જ્યારે હરિદ્વારથી ભાવનગર આવતી ટ્રેન તા.૧૦, તા.૧૪, તા.૧૭, તા.૨૧, તા.૨૪ અને તા.૨૮મેના રોજ નિર્ધારીત રૂટ ધૂરી જં., જાખલ જં., હિસાર જં., રતનગઢ જં. ડેગાના જં., મેડતા રોડના બદલે ડાયવર્ટ રૂટ ધૂરી જં, બઠિણ્ડા જં., મેડતા રોડ થઈને ચાલશે. આ ટ્રેનોની ટિકિટનું બુકિંગ આવતીકાલ તા.૨૨ માર્ચને શનિવારથી શરૂ થશે. બન્ને ટ્રેનો મેડતા રોડ, નાગૌર, નોખા, બીકાનેર જં., લાલગઢ જં., સુરતગઢ જં., પીલી બંગા, માહિમ્બા, સંગરિયા, મંડી ડબવાલી અને બઠિણ્ડા જં. સ્ટેશન પર બન્ને દિશામાં રોકાશે તેમ ભાવનગર રેલવેના સિનીયર ડીસીએમએ જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!