– તસ્કરની તમામ કરતૂત સીસીટીવીમાં કેદ : પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી
ભરૂચ,
સતત વાહનોથી અને રાહદારીઓથી ધમધમતા ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરીની ઘટના સામે આવી છે. એસએચકે સ્માર્ટ ટેક મોબાઈલ શોપના દુકાન નંબર ૧૩માં ગત મોડી રાત્રે તસ્કરે પ્રવેશ કર્યો હતો.તસ્કરે શટરનું તાળું તોડ્યું અને કાચનો દરવાજો તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો.દુકાન માંથી લેપટોપ, સ્માર્ટ વોચ સહિત એક લાખ રૂપિયાથી વધુની કિંમતનો માલ ચોરી કર્યો હતો.જોકે તસ્કરની સમગ્ર કરતૂત દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
દુકાનના માલિક સતારભાઈએ જણાવ્યું કે આ વિસ્તારમાં અગાઉ પણ આજુબાજુના શોપિંગ સેન્ટરોમાં ચોરીની ઘટનાઓ બની છે.પરંતુ ચોર પકડાયો નથી.તેમણે પોલીસને આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં લેવા વિનંતી કરી છે.
હાલ તો ચોરી બાબતે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is