– ગેરકાયદેસર જણાયેલ વીજ જોડાણો અંતર્ગત દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લામાં અલગઅલગ પોલીસ મથક વિસ્તારમાં રહેતા અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમોનું લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ ૧૦૦ કલાકની અંદર કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોનું લિસ્ટ તૈયાર કરીને તેઓના ઘરે વીજ જોડાણોની તપાસ કરવા રાજપારડી પીઆઈ એચ.બી.ગોહિલે પોલીસ સ્ટાફ અને રાજપારડી વીજ કંપનીના અધિકારીઓની ટીમને સાથે રાખી આવા ઇસમોના ઘરોએ વીજ જોડાણો તપાસવા કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં (૧) અજયભાઈ સોમાભાઈ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા (૨) અશોકભાઈ નટવરભાઈ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા (૩) નિમેશભાઈ ઉર્ફે ભુરીયો અરવિંદભાઈ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા (૪) સુનિલ ઉર્ફે બુલ્લી મયજીભાઈ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા (૫) મૂઝાઈન ઉર્ફે મુજ્જુ ફીરોઝ શેખ રહે.રાજપારડી તા.ઝઘડિયા (૬) પ્રકાશભાઈ પ્રેમચંદ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા (૭) ધર્મેશભાઈ વિષ્ણુભાઈ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા (૮) વિજયભાઈ અંબુભાઈ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા, (૯) દિનેશભાઈ લાલજીભાઈ વસાવા રહે.નવા માલજીપુરા તા.ઝઘડિયા જી.ભરૂચના વિગેરે નાઓના ઘરોએ તપાસ કરતા (૧) અજયભાઈ સોમાભાઈ વસાવા રહે.રાજપારડીના ઘરે વીજ કનેકશન ગેરકાયદેસર જણાતાં વીજ કંપનીના અધિકારીનાઓએ રૂપિયા ૭૭૭૭૨ જેટલો દંડ વસુલવા કાર્યવાહી કરીને વીજ મીટર તથા સર્વિસ વાયર જમા લીધા હતા (૨) સુનિલ ઉર્ફે બુલ્લી મયજીભાઈ વસાવા રહે. રાજપારડીના ઘરે વીજ કનેકશન ગેરકાયદેસર જણાતા વીજ અધિકારીઓએ રૂપિયા ૧૪૮૧૫ દંડ વસુલવા કાર્યવાહી કરીને સર્વિસ વાયર જમા લીધો હતો (૩) મુઝાઈન ઉર્ફે મુજ્જુ ફીરોઝ શેખ રહે. રાજપારડીના ઘરે વીજ કનેકશન ગેરકાયદેસર જણાતાં વીજ અધિકારીઓએ રૂપિયા ૨૨૪૮૨ જેટલો દંડ વસુલવા કાર્યવાહી કરીને વાયર જમા લીધો હતો (૪) દિનેશભાઈ લાલજીભાઈ વસાવા રહે.નવા માલજીપુરાના ઘરે વીજ કનેકશન ગેરકાયદેસર જણાતા વીજ અધિકારીઓએ રૂપિયા ૯૬૭૭.દંડ વસુલવા કાર્યવાહી કરીને વીજ મીટર તથા સર્વિસ વાયર જમા લીધા હતા.તેમજ આ વીજ ચેકિંગ દરમ્યાન વીજ અધિકારીઓને નવા માલજીપુરા ખાતે ભદ્રેશભાઈ જીતેન્દ્રભાઈ વસાવાના ઘરે વીજ જોડાણ ગેરકાયદેસર જણાતા રૂપિયા ૨૩૮૬૦ દંડ વસુલવા કાર્યવાહી કરીને સર્વિસ વાયર જમા લીધો હતો.
રાજપારડી પોલીસ સ્ટેશન દ્વારા દારૂ મારામારી ચોરી તેમજ લુંટ જેવી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય તેવા ઈસમો વિરૂધ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એમ વધુમાં જણાવાયું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is