best news portal development company in india

રાજકીય નેતાઓ પણ વીજ ચોરી કરે છે : નર્મદા આપ પાર્ટીના પ્રમુખના નિવાસ અને હોટલના વીજ કનેકશનો કપાયા

SHARE:

– હોટલમાં ડાયરેક્ટ કરી વીજ ચોરી કરતા હોવાની બાતમી અને અસમાજિક પ્રવૃત્તિ કરનારના વીજ કનેક્શન કાપવાના બંને ગુનામાં આપ પ્રમુખ ઝડપાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

સામાન્ય લોકો વીજ ચોરી કરતા તો ઘણા પકડાય છે પણનર્મદા જિલ્લામાં રાજકીય નેતાઓ પણ વીજચોરી કરતા હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અસામાજીક ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ ના પગલે નર્મદા જિલ્લામાં અવાર નવાર ગુનાઓ કરતા ૯૦ જેટલાં ગુનાહિત ધરાવતા શખ્સોની યાદી નર્મદા પોલીસે તૈયાર કરી હતી હતી અને નર્મદા જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ પોલીસે ખાસ ચેકીંગ હાથધર્યું હતું.જેમાં વી.આર.ચંદન નાયબ પોલીસ અધિક્ષક ઈન્ચાર્જના સીધા માર્ગદર્શન હેઠળ વી.કે. ગઢવી, પોલીસ ઈન્સ્પેક્ટર તથા ટાઉન પોલીસની ટીમ રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોના રહેણાક મકાનો તથા હોટલોના ગેરકાયદેસર બાંધકામ તેમજ સરકારી જમીન ઉપર દબાણ તથા ગેરકાયદેસર વીજ કનેક્શન બાબતે ચેકીંગ હાથધર્યું હતું અને પોલીસ અને વીજ કંપની ત્રાટકી હતી.જેમાં ગેરકાયદેસર વીજ કનેક્શન બાબતે સઘન ચેકીંગ હાથ ધરતા વીજચોરીના કિસ્સા ઝડપાયા હતા.જેમાં કુંવરપુરા ગામે રહેતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ ઉર્ફે મુન્નો નગીનભાઈ વસાવાની રોડ પર વૃંદાવન હોટલ આવેલી છે કે જેમાં ગેરકાયદેસર વીજ જોડાણ વીજ ચોરી કરી હોવાનું ઝડપાયું હતું.સાથે હોટલ માંથી બાજુમાં જ નવો આલીશાન બંગલો આવેલો છે એમાં પણ વીજ લાઈન લઈ ગયા હોય વીજ વિભાગે એ ગેરકાયદે કનેકશન કાપી નાંખી મીટર પણ કાઢી લીધુ હતું.

એ ઉપરાંત રાજપીપળા રેલ્વે ફાટક પાસે રહેતા અન્ય ઈસમ રાજવિરસીંગ ઉર્ફે સલીંદર રાજાસીંગ સરદાર વિરુદ્ધ રાજપીપલા પોલિસ સ્ટેશનમાં જ પાંચ ગુનાઓ નોંધાયેલ હોય તેના ઘરનું પણ લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિરંજન વસાવા વિરુદ્ધ અગાઉ નોંધાયેલ ગુન્હાઓમાં એ.સી.બી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે.તીલકવાડા,રાજપીપલા પોલીસ સ્ટેશનોમાં મારામારી સહિતના ગુનાઓ પણ નોંધાયા છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!