– પોલીસે રોકડા રૂપિયા મોટર સાયકલ મોબાઈલ તેમજ ફોર વ્હિલર ગાડી મળી કુલ રૂપિયા ૩.૯૬ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા નગર ખાતે આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા હતા.
ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ઝઘડિયા પીઆઈ એન.આર.ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના કેસ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરમ્યાનન ગતરોજ તા.૨૧ મીના રોજ પોલીસને બાતમી મળેલ કે ઝઘડિયા નગરમાં આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતો ફારૂક રહીમ શેખ તેના ઘરે બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાડે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઈડ કરતા કેટલાક ઈસમો જુગાર રમતા જણાયા હતા.પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા સાત ઇસમો (૧) ફારૂક રહીમ શેખ રહે.ઝમઝમ એપાર્ટમેન્ટ ઝઘડિયા જી.ભરૂચ (૨) મીલનભાઈ નિલકંઠ શર્મા રહે.યોગેશ્વર નગર અંદાડા તા. અંકલેશ્વર (૩) વિક્રમભાઈ ઉદેસીંગભાઈ સિંધા રહે.ઝાડેશ્વર રોડ અલકનંદા સોસાયટી જી.ભરૂચ (૪) ફીરોઝભાઈ કાસમભાઈ ગરાસીયા રહે. ગોકુળનગર ખારીયા રોડ ઝઘડિયા જી.ભરૂચ (૫) મુસ્તાક કરીમભાઈ મંસુરી રહે.રાજપીપળા શાકમાર્કેટ કસ્બાવાડ જી.નર્મદા (૬) અમજદભાઈ ગુલામભાઈ મંસુરી રહે.રતનપોર નિશાળ ફળિયું તા.ઝઘડિયા તેમજ (૭) ઈકબાલભાઈ રહીમભાઈ સિંધી રહે.વેલુગામ નવીનગરી તા.ઝઘડિયા જી.ભરૂચનાને રોકડા રૂપિયા,પત્તાપાના, મોબાઈલ ફોન નંગ ૬, એક મોટર સાયકલ તેમજ એક ઈકો ફોર વ્હિલર ગાડી મળીને કુલ રૂપિયા ૩,૯૬,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is