(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
થોડા દિવસ પહેલા નર્મદા જિલ્લા આપના પ્રમુખ નિરંજન વસાવાની વૃંદાવન હોટલ તથા હોટલની બાજુમાં આવેલ આલીશાન નવા ઘર પર જઈ આકસ્મિક ચેકીંગ હાથ ધરવા પોલીસ અને વીજ કંપનીની ટીમે દરોડો પાડયો હતો.જેમાં અનઅધિકૃત વીજજોડાણ મળી આવ્યા હતા.વીજચોરી થઈ હોવાનું બહાર આવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને છેવટે ડીજીવીસીએલની ટીમે તેમને ૨.૭૪ લાખનો દંડ ફટકાર્યો છે.
ગેરકાયદે વીજ જોડાણોના ચેકીંગ દરમ્યાન આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની હોટલ તેમજ નિવાસ સ્થાને થોડા દિવસ અગાઉ વીજચોરી પકડાઈ હતી તે સંદર્ભે જાણવા મળ્યા મુજબ ડીજીવીસીએલએ નિરંજન વસાવાને લગભગ ૨.૭૪ લાખનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે અને જ્યાં સુધી દંડની રકમ ભરપાઈ નહિ થાય ત્યાં સુધી નવું વીજ જોડાણ મળી શકશે નહિ એમ પણ જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૬ જેટલા ઈસમો સામે પગલા ભરી તેમના વીજ કનેક્શનો કાપી નાખતા તેમની સામે પણ ડીજીવીસીએલ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.હવે લોકોમાં ચર્ચા એવી શરૂ થઈ છે કે ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ સામે પગલા લેશે? કે પ્રમુખ પદેથી હટાવશે કે પછી બચાવશે?

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is