આમોદ,
આમોદ તાલુકાના આછોદ ગામની સીમમા રેલ્વેના કામમા થતા માટી ખોદકામ ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અંદાજિત રૂ.૩ કરોડના ૯ ડમ્પર તથા ૨ હિટાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમા રેલ્વે ના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યુ હતુ.જે કામ માટે બસીર.એ.પટેલ નામના વ્યક્તિએ ૧૦ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનુ જાણવા મળ્યું હતું.ત્યારે ૨૫ મી માર્ચે સાંજના સમયે ભરૂચ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થતા સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતા વધુ માત્રામા માટી ખનન થયુ હોવાનુ તેઓને ધ્યાને આવતા સ્થળ ઉપરથી ૯ ડમ્પર તથા ૨ હિટાચી મશીન અંદાજિત કિંમત રૂ.૩ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી આમોદ પોલીસ મથકને સુપ્રત કરી આગળની તપાસ હાથધરી હતી.ખાણખનિજ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is