best news portal development company in india

ડ્રગ્સના દૂષણને રોકવામાં રાજ્યના ગૃહમંત્રી સદંતર નિષ્ફળના ભરૂચ આમ આદમી પાર્ટીનો આક્ષેપ

SHARE:

– ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવાની આવેદનપત્ર પાઠવી માંગ
ભરૂચ,
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ડ્રગ્સના દૂષણને ડામવામાં ગૃહમંત્રી નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ સાથે સૂત્રોચાર કરી મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી રાજ્યના ગૃહમંત્રીને પદ ભ્રષ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્ર જણાવાયું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે.આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા.જેમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અદાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ ૨૦૨૧ માં પકડાયેલ ૨૦,૦૦૦ કરોડના ડ્રગ્સને શું નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો, તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં.આ સિવાય પણ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે ૭,૩૫૦ કરોડનું ડ્રગ્સ પકડાયું છે.બીજી બાજુ ભરૂચ,અંકલેશ્વર અને સુરતની જીઆઈડીસીઓમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે.તો ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચૈતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે.ધારાસભ્ય ચૈતર વસાવાએ અવારનવાર આ જીઆઈડીસીઓમાં ચાલતા ડ્રગ્સના કારોબારને રોકવા માટે અરજી કરી હતી.છતાં પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી, જેના કારણે ડ્રગ્સનો વેપાર દિવસેને દિવસે વધી રહ્યો છે.આ તમામ ઘટનાઓ સરકાર અને પોલીસની સામે ઘટી રહી છે.તેમ છતાં પણ તેઓ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી,જેના કારણે અમને શંકા છે કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ માફિયાઓ ગાંધીનગરના કમલમ સુધી પોતાનો હપ્તો પહોંચાડતા હશે.તો જો ગુજરાતના યુવાધનને અને ગુજરાત રાજ્યને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે, તેમના વરઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે.જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તો ગુજરાતના યુવાધન બચાવી શકાય તેમ છે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આવેદનપત્ર પાઠવામાં આપ જિલ્લા પ્રમુખ પીયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!