best news portal development company in india

કાકડકુઈ ગામે મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની નેત્રંગ પોલીસે ધરપકડ કરી

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ ત‍ાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની નેત્રંગ પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામના ૪૪ વર્ષીય રાજેશ વસાવા છુટક મજુરી કામ કરતો હતો અને તે ગામના અશ્વિન વસાવા સાથે ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે રહેતો હતો.દરમ્યાન તા.૨૪મીના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં રાજેશ અને અશ્વિન વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો.આ ઝઘડામા અશ્વિને રાજેશને માથાના ભાગે પથ્થર મારી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.જેમાં તેનું મોત નિપજ્યું હતું.આ અંગે નેત્રંગ પોલીસે
મૃતકની બહેન સંગીતા વસાવાની ફરિયાદના આધારે તપાસ હાથધરી હતી.આ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી અશ્વિન વસાવા ફૂલવાડી ચોકડી નજીક છે.જેના આધારે પોલીસે દરોડા પાડી તેને ઝડપી પાડયો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!