best news portal development company in india

ઓસ્ટ્રેલિયાનું સૌથી આઈકોનિક સ્ટેડિયમ તોડી પડાશે, કાંગારુઓને ટીમ ઈન્ડિયાએ અહીં જ ધૂળ ચટાડી હતી

SHARE:

ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાના સૌથી આઈકોનિક સ્ટેડિયમોમાં સામેલ છે. આ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન ટીમનો રેકોર્ડ દમદાર છે. જોકે, ભારતીય ક્રિકેટ ટીમે આ જ મેદાન પર કાંગારુઓને ધૂળ ચટાડી હતી. હવે આ સ્ટેડિયમને પણ તોડવામાં આવશે. ભલે તેની તારીખ કન્ફર્મ થઈ ગઈ હોય પરંતુ હાલમાં તેને ધ્વસ્ત નહીં કરાશે. ક્વીન્સલેન્ડ સરકારે જણાવ્યું કે, 2032 ઓલિમ્પિક ગેમ્સ બાદ આ સ્ટેડિયમને તોડી પાડવાની યોજના છે. બ્રિસ્બેન પાસે જ 2032 ઓલિમ્પિક ગેમ્સની યજમાની છે.

ગાબા સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયન ટીમનો કિલ્લો છે

બ્રિસ્બેનના ગાબામાં 1931 બાદથી અત્યાર સુધીમાં 67 પુરુષોની ટેસ્ટ અને 2 મહિલા ટેસ્ટ રમાઈ ચૂકી છે. તેને ઓસ્ટ્રેલિયન ટીમનો કિલ્લો કહેવામાં આવે છે, કારણ કે અહીં વિરોધી ટીમોને જીત મેળવવામાં દાયકાઓ લાગી જાય છે. ચોંકાવનારા આંકડા એવા છે કે 1988થી 2021 સુધી ઓસ્ટ્રેલિયન ટીમ અહીં એક પણ ટેસ્ટ મેચ નથી હારી. ઓસ્ટ્રેલિયન ટીમ ઘણીવાર આ મેદાન પર સીઝનની પ્રથમ મેચ રમતી આવી છે. આ વર્ષના અંતમાં આ ઐતિહાસિક સ્ટેડિયમમાં એશેઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચ પણ રમાશે.

નવું સ્ટેડિયમ બનાવવામાં આવશે

હકીકતમાં ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ તોડી પાડવા પાછળની યોજના એ પ્રકારે છે કે બ્રિસ્બેનના વિક્ટોરિયા પાર્કમાં 63000ની ક્ષમતા ધરાવતું એક નવું સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ નવા સ્ટેડિયમમાં ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની અને ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આ રમતો બાદ ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડને તોડી પાડવામાં આવશે અને આ નવા સ્ટેડિયમમાં ક્રિકેટની યજમાની શરૂ થઈ જશે. જો 2032 ઓલિમ્પિક ગેમ્સ પહેલા ગાબાને તોડી પાડવામાં ન આવે તો, ઓલિમ્પિકમાં ક્રિકેટનો ગોલ્ડ મેડલ મેચ આ મેદાન પર રમી શકાય છે.

ગાબા ક્રિકેટ માટે એક શાનદાર સ્થળ

ક્વીન્સલેન્ડ ક્રિકેટના સીઈઓ ટેરી સ્વેનસને એક નિવેદનમાં જણાવ્યું કે, ‘ગાબા ઘણા વર્ષોથી ક્રિકેટ માટે એક શાનદાર સ્થળ રહ્યું છે અને તેણે ચાહકો અને ખેલાડીઓને અસંખ્ય યાદો આપી છે. જો કે, સ્ટેડિયમ સામેના પડકારો જાણીતા છે અને આપણે ભવિષ્ય તરફ જોવાની જરૂર છે. ક્વીન્સલેન્ડ પાસે હવે વિશ્વની શ્રેષ્ઠ ક્રિકેટ સ્પર્ધાઓ, જેમ કે ICC સ્પર્ધાઓ, પુરુષો અને મહિલાઓની એશેઝ સીરિઝ, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, આ સાથે જ એક નવા હેતુથી નિર્મિત સ્ટેડિયમમાં BBL અને WBBLનું આયોજન કરવાની તક છે.’

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!