અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા રીતેશ પટેલ મુંબઈ રહેતા સાળા શશીકાંત સોનીના ઘરે ગયા હતા. ત્યારે સાળાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસમાં એક અજાણ્યા નંબર પરથી ફોનમાં વ્યક્તિએ મારે ફનચર અને પ્લાસ્ટરનું કામ કરાવવાનું છે પરંતુ મારી પાસે અમેરિકન ડોલર છે, જે ડોલર મજૂરી પેટે લઈને કામ કરી આપવા કોઈ તૈયાર હોય તો જણાવજો તેવી વાત કરી હતી.
વાત સાંભળીને રીતેશભાઈને આના વિશે તપાસ કરવાની જિજ્ઞાાસા જાગી હતી. એ નંબર પર ફોન કરતા સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખાણ મહેન્દ્ર પટેલ તરીકે આપી હતી કહ્યું હતું કે, મારી પાસે અમેરિકન ડોલરના ૧૧ બંડલ છે જે ઇન્ડિયન રૂપિયામાં ટ્રાન્સફર કરી આપો અને અમારે ફક્ત આ ડોલરમાંથી ૫૦થી ૬૦ ટકા ભારતીય નાણા લેવાના છે બાકીના નાણાં તમે કમિશન પેટે રાખજો તેવી લોભામણી વાત કરી હતી. ત્યારે રીતેશભાઈને લાલચ જાગતા ડોલર વટાવવા તૈયાર થયા હતા.
મીટિંગ બાદ રીતેશભાઈ સાળા શશીકાંત સાથે ચકલાસી ગયાં ત્યારે મહેન્દ્ર પટેલનું અસલ નામ નરેન્દ્ર રાજપુત હોવાનું જાણવા મળ્યું હતું. ડોલર લેવા માટે તેઓ રૂ.૧.૧૦ લાખ લઈને ગયા હતા. સામેવાળાએ પૂછયું કે રૂપિયા લાવ્યા છો તો એમણે હા પાડી હતી અને ડોલર આપવા માટે તૈયારી બતાવી હતી જોકે આ ગઠિયાઓએ અગાઉથી નક્કી કર્યા મુજબ અંદર અંદર ઝઘડો કરી ભયનું વાતાવરણ સર્જયું હતું. એટલું જ નહીં રિતેશભાઈ અને સાળાને ચપ્પુ બતાવી શશીકાંતભાઈના રોકડ રૂ.૧.૧૦ લાખ ઝુંટવી લીધા હતા. આ વખતે વાતાવરણ ગરમ હોયથી બંને જીવ બચાવવાના આશયથી ત્યાંથી નીકળી ઘરે જવા રવાના થઈ ગયા હતા. ત્યાર બાદ આજે રીતેશભાઈએ ઝીરો નંબરથી ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકલાસી પોલીસે નરેન્દ્ર અને વિજય રાજપુત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is