best news portal development company in india

જંબુસર તાલુકાકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બીએપીએસ મંદિર ખાતે યોજાયો

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

વિકાસ સપ્તાહ 24 વર્ષ જનવિશ્વાસ સેવા અને સમર્પણ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ 2025 તાલુકા કક્ષાનો કાર્યક્રમ જંબુસર બીએપીએસ મંદિર ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં જંબુસર તાલુકામા અલગ અલગ યોજના હેઠળ 898 લાભાર્થીઓને ત્રણ કરોડ 35 લાખ 84 હજારની સહાય રકમ આપવામાં આવી હતી તથા જંબુસર તાલુકાના 41,687 લાભાર્થીઓને પીએમ કિસાન યોજના અંતર્ગત 8 કરોડ 33 લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવી હતી.

જંબુસર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બીએપીએસ મંદિર ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં યોજાય હતો.જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, મામલતદાર જંબુસર એન એસ વસાવા, ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ, કિસાન મોરચા મિલેન્દ્રસિંહ રાઠોડ, બળવંતસિંહ પઢિયાર, તજજ્ઞ વૈજ્ઞાનિકો કુલદીપસિંહ રણા,દેવેન્દ્રભાઈ પટેલ, રાકેશભાઈ ધંધુકિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ટીડીઓ હાર્દિક સિંહ રાઠોડ દ્વારા કરાયું જેમાં સરકારે ઉદારનીતિ જાહેર કરી તમામ ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના નો લાભ મેળવી શકે છે,વીમા અકસ્માત યોજના, બાગાયતી ખેતી, કૃષિ પ્રગતિ એપ અંગે સવિસ્તાર માહિતી આપી,ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને દરેક ખેડૂત મિત્રોએ કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરવા અપીલ કરી, ખેડૂતલક્ષી તમામ યોજના યુનિક ફાર્મર આઈડીની વિશેષ સમજ આપી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ની માહિતી આપી હતી.

વૈજ્ઞાનિકો દ્વારા ખેતીમાં સમય પ્રમાણે ઉત્પાદન વધ્યું છે,ધરતીપુત્રએ ખેતીમાં ફક્ત ઉત્પાદન તરફ જોયું છે,ખર્ચ તરફ નજર રાખી નથી અને સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ કહી જીવામૃત અંગે સવિસ્તાર સમજાવી ધરતીપુત્રોની તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જમીનમાં જીવાણુની સંખ્યા ઘટી છે,જીવાણુ છે તો જ જીવન છે અને તો જ પાક ઉગે છે.પેસ્ટીસાઈડ થી કેન્સર થાય છે,આપણે સ્વયં જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી કરવા સંકલ્પ લઈએ પ્રાકૃતિક ખેતીની મુખ્ય પાંચ આયામ બીજામૃત,જીવામૃત,આચ્છાદન, વરાળની સ્થિતિ, મિશ્ર પાક છે તથા રોગ જીવાત અંગે વાત કરતા જણાવ્યું કે નવી ટેકનિકો ખેડૂતોના ઘર સુધી પહોંચે છે.રોગ જીવાત અંગે અલગ અલગ કેમિકલો વાપરીએ છીએ રોગ કઈ રીતે થાય છે, જીવાતના પ્રકાર અંગે સવિસ્તાર સમજાવ્યું હતું.

ધરતીપુત્રો અવિચારી દવાનો ઉપયોગ કરે છે. ફૂગ થી થતા રોગ બેક્ટેરિયા માંથી થતા રોગ અલગ છે અને એની દવા પણ અલગ હોય છે.તથા વાયરસ થી થતા રોગની કોઈ દવા નથી વાયરસ રોગ એ ચુસીયા પ્રકારની જીવાત થી ફેલાય છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામી એ જણાવ્યું હતું કે સરકાર ધરતીપુત્રો માટે વિકાસ કાર્યો કરે છે, સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ, લાભોની વાત કરી ઓછા ખર્ચે,ઓછા પાણીએ બમણો પાક કઈ રીતે મેળવી શકાય તે અંગે વૈજ્ઞાનિકો દ્વારા જણાવેલ પાકો કરવા અને દરેક વ્યક્તિએ પોઝિટિવ વિચાર કરવા જણાવ્યું હતું.જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસનની ધુરા સંભાળી ત્યારથી જ સરકારની વિવિધ યોજનાઓ લાભોની માહિતી જનજન સુધી પહોંચી છે.માનનીય વડાપ્રધાનો મંત્ર સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને પ્રયાસ રાખીશું તો 2047 માં ભારત વિશ્વગુરુ બનશે.આજના સમયમાં નવી ટેકનોલોજી સાથે સ્કૂલો બની રહી છે શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે.આવનાર વર્ષ દરેક માટે સારું જાય તેવી પ્રાર્થના કરી હતી. સદર કાર્યક્રમની આભાર વિધિ વિસ્તરણ અધિકારી ખેતી શાખા હર્ષિત દયાલ દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે બી ટી એમ જંબુસર આત્મા પ્રોજેક્ટ રંગુસિંહ મકવાણા, ગ્રામસેવક જીતેશ રાઠવા તથા ખેતીવાડી શાખા કર્મચારી ગણ, તાલુકાના ધરતીપુત્રો ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!