ભરૂચ,
ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ “અનક્લેમ્ડ ફાઈનાન્શિયલ એસેટ્સ અભિયાન – તમારી મૂડી, તમારો અધિકાર” અંતર્ગત એક ભરૂચ જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન અંકલેશ્વરના શારદા ભવન ખાતે કરવામાં આવ્યું છે.
આ કેમ્પ આવતીકાલે ગુરુવાર ૧૬ ઑક્ટોબર ૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે વાગ્યે શારદા ભવન, જિનવાલા કમ્પાઉન્ડ નજીક અંકલેશ્વર ખાતે યોજવામાં આવનાર છે.આ કેમ્પમાં તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા પોતાના સ્ટૉલ રાખવામાં આવશે, જ્યાં નાગરિકોને તેમની અનક્લેમ્ડ થાપણ રકમ, એકાઉન્ટ્સ તથા ડી.ઈ.એ.એફ. (Depositor Education and Awareness Fund) દાવાઓ અંગે માહિતી, ચકાસણી તેમજ તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પમાં ઉપસ્થિત રહી પોતાની અનક્લેમ્ડ રકમ તથા ખાતાઓ સંબંધિત માહિતી મેળવે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આ અભિયાનનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને તેમની રકમ પરનો અધિકાર પ્રાપ્ત કરાવવો તથા નાણાંકીય જાગૃતિ વધારવી છે.તમામ નાગરિકોને વિનંતી છે કે આ જનકલ્યાણકારી અભિયાનમાં ભાગ લઈ તેને સફળ બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી.







