best news portal development company in india

ડીઈઓ સમક્ષ વાલીઓની રજૂઆત, વિબગ્યોર સ્કૂલ એફઆરસીના હુકમ પ્રમાણે ફી લેવા માટે તૈયાર નથી

SHARE:

વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલના વાલીઓ આજે ફીના મુદ્દે ફરી ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.ઉલ્લેખનીય છે કે, સ્કૂલને ડીઈઓ કચેરી દ્વારા  વિવિધ નિયમોનું પાલન નહીં કરવા બદલ તાજેતરમાં જ ૩૦૦૦૦  રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.એફઆરસી દ્વારા પણ શો કોઝ નોટિસ આપવમાં આવી છે.

આમ છતા વાલીઓએ આજે ડીઈઓ સમક્ષ રજૂઆત કરી હતી કે, સ્કૂલ સંચાલકો એફઆરસી પ્રમાણે ફી લેવાનો ઈનકાર કરી રહયા છે અને તેઓ પોતાની રીતે નક્કી કરેલી ફી ભરાવવાનો આગ્રહ રાખી રહ્યા છે.એફઆરસીએ  નક્કી કરેલી ફી કરતા ઘણી વધારે ફી સ્કૂલ સંચાલકો માગી રહ્યા છે.વાલીઓએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી રજૂઆત કરીને અમારા ચંપલ ઘસાઈ ગયા છે.અમે એફઆરસી અને સ્કૂલ વચ્ચે ફંગાળાઈ રહ્યા છે.બંને પક્ષો પોેતે સાચા હોવાનો દાવો કરે છે.સરકારે ફી માટે કાયદો તો બનાવ્યો છે પરંતુ ખાનગી શાળા સંચાલકો પાસે આ કાયદાનું પાલન કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. એક મહિના પહેલા પણ અમે સ્કૂલ સામે રજૂઆત કરી હતી પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ અમને જોવા મળ્યું નથી.

દરમિયાન ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, ગુજરાત બોર્ડની સ્કૂલ હોય કે સેન્ટ્રલ બોર્ડની સ્કૂલ પણ દરેક સ્કૂલે ગુજરાત સરકારના કાયદાનું પાલન કરવું પડશે.વિબગ્યોર સ્કૂલ સામે તપાસ બાદ જરુર લાગશે તો ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલની એનઓસી રદ  કરવા માટે ભલામણ કરવામાં આવશે.

સ્કૂલ સંચાલકો વધારાની ફી પાછી આપવા માટે તૈયાર નથી 

એલસી આપવાની ધમકી આપે છેઃ સમા વિસ્તારની પોદ્દાર સ્કૂલના વાલીઓની ડીઈઓ સમક્ષ રજૂઆત 

શહેરના સમા વિસ્તારમાં આવેલી પોદ્દાર ્સ્કૂલમાં પણ ફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે.આ સ્કૂલના કેટલાક વાલીઓએ તાજેતરમાં આક્ષેપ કર્યો હતો કે, સ્કૂલ દ્વારા એફઆરસીના હુકમ કરતા ૧૦૦૦૦ થી ૧૨૦૦૦ રુપિયા ફી વધારે લેવામાં આવી રહી છે.

એ બાદ આજે વાલીઓ ડીઈઓ કચેરી ખાતે પહોંચ્યા હતા.વાલીઓએ ડીઈઓ સમક્ષ રજૂઆત કરતા કહ્યું હતું કે,સ્કૂલ સંચાલકો વધારાની ફી પાછી આપવાનો ઈનકાર કરી રહ્યા છે અને સાથે વાલીઓને કહીર હ્યા છે કે, તમારે જે કરવુ હોય તે કરો.વાલીઓને બાળકોનું એલસી લઈ બીજી સ્કૂલમાં ટ્રાન્સફર લેવા માટે પણ ધમકી અપાઈ રહ્યા છે.સ્કૂલના પેરેન્ટ -ટીચર્સ એસોસિએશનની જાણકારી પણ અમને સ્કૂલ આપી રહી નથી.વાલીઓએ કહ્યું હતું કે, અમને ડર છે કે, ફી વધારાનો વિરોધ કર્યો હોવાથી સ્કૂલમાં અમારા બાળકોને ટાર્ગેટ કરવામાં આવશે અને તેના કારણે અમારે ડીઈઓ પાસે આવવું પડયું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!