(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
દેડિયાપાડાનાં પૂર્વ ધારસભ્ય દ્વારા આદિવાસી ભીલી બોલી ભાષા સરકારી પ્રાથમિક શાળા ઓમાં ભણાવવા દાખલ કરવાં તેમજ આદિવાસી સમાજ દ્વારા કરાયેલા આંદોલનો પાઠ્યપુસ્તક માં સામેલ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે.
દેડીયાપાડાના માજી ધારાસભ્ય અને હાલના ભાજપાના આગેવાન મહેશભાઈ વસાવા દ્વારા આદિવાસી ભીલી બોલી ભાષા સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણાવવા દાખલ કરવાં તેમજ આદિવાસી સમાજ દ્વારા કરાયેલા આંદોલનો પાઠ્યપુસ્તકમાં સામેલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલને પત્ર લખી માંગ કરવામાં આવી છે.તેમણે લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ઉમરગામથી અંબાજી સુધી નો પૂર્વ પટ્ટો આદિવાસી સમાજની ૮૦ થી ૯૦ ટકા વસ્તી આવેલી છે. આદિવાસી ભીલી ભાષા ભીલી ભાષામાં રૂઢિગત ગામ સભાઓ (નિયમો) અધીકારો સીડીયુલ (૫) એને પેસા એક્ટ અનુસાર સંવિધાનમાં પ્રાવધાનની જોગવાઈઓ કરવામાં આવી છે.તે પ્રમાણે આદિવાસી ભીલી ભષામાં પાઠ્યપુસ્તકમાં દાખલ કરી ભણાવવા માટે માંગણી કરી છે અને ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં અભ્યાસ ક્રમમાં દાખલ કરી આદિવસી ભીલી ભાષામાં વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ, સાથે આદિવાસી સમાજના ઘણા ગૌરવવંતો ઈતિહાસ છે.જેમાં આદિવાસી સમાજનાં લોકોની સંસ્કૃતિ, પ્રકૃતિ, બોલીભાષા એ દેશની આઝાદી માટે હજારોની સંખ્યામાં પોતાના પ્રાણોની આહુતી આપી છે. એવા ઈતિહાસ હજી સુધી લોકો સમક્ષ આવ્યા નથી યાતો દબાવામાં આવ્યા છે,જેમકે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર માનગઢ ખાતે ગુરુ ગોવિંદની આગેવાનીમાં હજારોની સંખ્યમાં આદિવાસી ભેગા થયા હતા ત્યાં અંગ્રેજો દ્વારા ગોળી મારી હજારોની સંખ્યામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો,એજ રીતે પાલ દઢવાવ સાબરકાંઠામાં અંગ્રેજો દ્વારા જે લગાન (ટેક્ષ) લગાડવામાં આવતો હતો તેના વિરોધમાં અને અંગ્રેજ હુકુમતના વિરોધમાં મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એકઠા થયેલા ભીલ આદિવાસીઓ ઉપર ૭ માર્ચ ૧૯૨૨ના દિવસે ૧૨૦૦ થી વધુ આદિવાસીઓની હત્યા કરાઈ તેમજ મહારાષ્ટ્રના રાવલાપાણી હત્યા કાંડ આવા અનેકો ચળવળો આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે પરંતું એની બહુ ઝાઝી નોંધ લેવામાં આવી નથી. આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવતી ચળવળો જેમાં બહારથી આવેલા અંગ્રેજોનો વિરોધ કરી તેઓને સામે થઈ લડત અને ચળવળો ચલાવતા હજારો આદિવાસીઓએ દેશ અને સમાજ માટે બલિદાનો આપેલ છે.તેમજ સંસ્કૃતિ પ્રકૃતિ,જળ,જંગલ,જમીનને બચાવી રાખવાના પ્રયાસો હંમેશાથી કરતા આવેલ છે.જેથી મારી આપને ભલામણ છે કે આદિવાસી સમાજનો ઇતિહાસ પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવે તેમજ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી ભીલી બોલી ભાષામાં ભણાવવામાં આવે એવી ભલામણ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is