ભરૂચ,
તસ્કરોને પોલીસનો ડર રહ્યો ન હોય તેમ એક પછી એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે.ત્યારે ભરૂચના હાર્દસમા મહાત્મા ગાંધી રોડ પરના શોપિંગ સેન્ટરમાં મોબાઈલની દુકાનને તસ્કરે નિશાન બનાવી ચોરી કરતા તેનું પગેરું મેળવવા પોલીસે ડોગ સ્ક્વોર્ડની મદદ લીધી હતી.
ભરૂચના હાર્દસમા અને સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા એવા વિસ્તાર મહાત્મા ગાંધી રોડ પર આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં તસ્કરે પુનઃ મોબાઈલની શોપને નિશાન બનાવી છે.જેમાં અગાઉ એસ એચ કે સ્માર્ટ ટેક મોબાઈલની દુકાનને નિશાન બનાવી લેપટોપ સહિતની એસેસરીઝની ચોરીને અંજામ આપ્યો હતો.જેની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં તો આજ શોપિંગમાં આવેલ રાજા મોબાઈલ નામની દુકાનને તસ્કરે નિશાન બનાવી હતી.તસ્કરે દુકાનનો કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાન માંથી લેપટોપ સહિત કુલ ૪૦ હજાર રૂપિયાની માલમત્તાની ચોરી કરી ગયો હતો.આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
તો આજ નેશનલ ટ્રેડ સેન્ટર અને તેની આસપાસની અન્ય ચાર દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હોવાની ઘટનાની જાણ થતાં શહેર એ ડિવિઝન પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલ ટીમની મદદથી તપાસ શરૂ કરી તસ્કરોનું પગેરું મેળવવાનીકવાયત હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ શોપિંગમાં થોડા દિવસો પહેલા અન્ય એક મોબાઈલની દુકાનને તસ્કરે નિશાન બનાવી હાથફેરો કર્યો હતો અને આજે પુનઃ અન્ય એક મોબાઈલની દુકાનને નિશાન બનાવતા હવે તસ્કરોને પોલીસનો ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is