સનાતન ધર્મમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્ત્વ છે. વર્ષમાં 4 વાર નવરાત્રી આવે છે, અને ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે. આ વર્ષે 30 માર્ચ 2025, રવિવારથી ચૈત્ર નવરાત્રી પ્રારંભ થઈ રહી છે. આ 9 દિવસ માતાજીની કૃપા મેળવવા માટે વિશેષ છે. તેથી લોકો 9 દિવસ ઉપવાસ રાખે છે, ઘરમાં ઘટસ્થાપના કરીને માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે. નવરાત્રીના 9 દિવસ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક વિશેષ ઉપાય કહેવામાં આવ્યા છે. આ ઉપાય ખાસ કરીને ત્યારે વધુ અસરકારક સાબિત થાય છે, જ્યારે તમે કોઈ કારણસર 9 દિવસના ઉપવાસ ન કરી શકો, પણ માતાજીની કૃપા મેળવવા ઈચ્છો છો.
જો તમે નવરાત્રીના 9 દિવસ ઉપવાસ ન કરી શકો, તો નીચે આપેલા ઉપાયો દ્વારા પણ ઉપવાસ જેવું પુણ્ય ફળ મેળવી શકો છો:
- ઘરમાં વિધિ-વિધાન સાથે ઘટસ્થાપના કરો.
- જો ઘટસ્થાપના ન કરી શકો, તો માતાજીના સમક્ષ 9 દિવસ અખંડ દીવો પ્રગટાવો.
- અખંડ જ્યોતિ પ્રગટાવતી વખતે અને 9 દિવસ તેને સતત પ્રગટ રાખતી વખતે તમામ નિયમોનું પાલન કરો.
- દરરોજ માતા દુર્ગાની આગળ બેસીને “ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચૈ ” મંત્રનો જાપ કરો.
- અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યા પૂજન કરો.
- આ બધું કરવાથી નવરાત્રીના ઉપવાસ જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
નવરાત્રીમાં આ ખાસ ઉપાય અજમાવો
- માતા દુર્ગાને સોળ શ્રૃંગાર અર્પણ કરો.આવું કરવાથી માતાજી પ્રસન્ન થાય છે.
- સુખ-સમૃદ્ધિ માટે નવરાત્રી દરમિયાન ઘરમાં તુલસીનું વાવેતર કરો.
- જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી અથવા જૂનો છોડ બદલવાનો હોય, તો નવરાત્રી એ માટે શ્રેષ્ઠ સમય છે.
- જૂના તુલસીના છોડને સન્માનપૂર્વક જળાશયમાં વિસર્જિત કરવો.
- તુલસીની માટી પવિત્ર હોય છે, તેથી તેને ગંદી જગ્યાએ ન ફેંકવી.
- દરરોજ સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો.
- જો તમારા ઘરમાં માતા દુર્ગાની મૂર્તિ અથવા તસ્વીર નથી, તો નવરાત્રી એ માટે શ્રેષ્ઠ સમય છે.
- માતાજીની તસ્વીર લાવીને દરરોજ તેની પૂજા કરો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is