best news portal development company in india

ભરૂચ કાનૂની માપ વિજ્ઞાન વિભાગે સાગર પેટ્રોલિયમનું બ્રાઉઝર તવરા રોડ પર બસોમાં ફીલિંગ કરતુ બ્રાઉઝર ઝડપી પાડયું

SHARE:

– બ્રાઉઝરની ચકાસણી અને મુંદ્રાકન ન કરાવતા સંચાલકને દંડ કરાયો
– બ્રાઉઝરમાં જવલનશીલ પ્રવાહીનું વહન છતાં આરટીઓ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહિ?
ભરૂચ,
ભરૂચ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગે તવરા રોડ ઉપર સાગર પેટ્રોલિયમનું બ્રાઉઝર ઝડપી પાડયું હતું.જેની ચકાસણી કરતા તેમાં તેને મુંદ્રાકન ન કરાવ્યું હોવાનું સામે આવતા સંચાલક સામે કાર્યવાહી કરી તેને દંડ કરવામાં આવ્યો હતો.
મદદનીશ નિયંત્રણ કાનૂની માપ વિજ્ઞાન કચેરી ભરૂચ દ્વારાના નિયામક સચિન નકુમ,ઈન્સ્પેકટર એ.એમ.ખુમાણ ગત તારીખ ૨૭ માર્ચ ૨૦૨૫ ના રોજ સાંજમાં સમયે રૂટિંગ ચકાસણી કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમ્યાન તવરા રોડ પાર આવેલ બસ પાર્કિંગ સ્ટેન્ડ માં બસોમાં ડીઝલ ફીલિંગ કરતુ સાગર પેટ્રોલિયમનું બ્રાઉઝર નંબર જીજે ૧૯ ટી ૨૪૭૪ ને ઝડપી પાડયું હતું અને તેની ચકાસણી કરતા બ્રાઉઝરે મુંદ્રાકન ન કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું.જેથી સાગર પેટ્રોલિયમના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી ૮૦૦૦ નો દંડ કરવા સાથે બ્રાઉઝર વડે વેચાણ બંધ કરવાની સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ બ્રાઉઝર જવલનશીલ પ્રવાહીનું વહન કરતુ હોય ત્યારે તેમાં સેફટીના સાધનો રાખવામાં આવે છે નકે નહિ?,રોડ પર દોડી શકે તે હાલતમાં છે કે નહિ જેવા અનેક તપાસ વિવિધ વિભાગે કરવાની જરૂર ઉભી થઈ છે.કારણ કે જ્વલનશીલ પ્રવાહી લઈને વહન કરતુ વાહનની ફિટનેશ છે કે નહિ તે આરટીઓ વિભાગે તાપસ કરવાની જરૂર છે.તો બ્રાઉઝરનો અકસ્માત થાય તો સેફટીના સાધનોની જરૂર ઉભી થતી હોય છે ત્યારે તેમાં સેફટીના સાધનો છે કે નહિ તે માટે મામલતદાર કે ફાયર વિભાગ કે આરટીઓ અથવા તો પોલીસે તેની તપાસ કરવી જરૂરી બની છે.જવલનશીલ પ્રવાહી વહન કરતા વાહનોની સમયાંતરે ચકાસણી કરવાની જરૂર ઉભી થઈ છે કારણે ઘટના બન્યા બાદ તમામ વિભાગો માત્ર કામગીરી કરવા પૂરતી કામગીરી કરી સંતોષ માનતા હોય છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!