best news portal development company in india

દિગ્ગજ ક્રિકેટરે કોહલીની ટીમની ફજેતી કરી, કહ્યું- ‘RCBનો સંઘર્ષ જોવામાં મજા આવે છે’

SHARE:

આઈપીએલ-2025માં આજે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાવાની છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમના રમાનારી મેચ પહેલા CSKના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડૂ અને એસ.બદ્રીનાથે વિરાટ કોહલીની ટીમની ફજેતી કરી છે. બંનેએ આરસીબીના ચેમ્પિયન બનવાના સપના મુદ્દે કટાક્ષ કરી મજાક ઉડાવી છે.

રાયડુ અને બદ્રીનાથે RCBની મજાક ઉડાવી, વીડિયો વાયરલ

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં રાયડૂ અને બદ્રીનાથ આઈપીએલ-2025ની ટ્રોફી વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. બંને લાંબા સમયથી ચેમ્પિયન ન બનનાર આરસીબી પર હસતાં અને મજાકના અંદાજમાં ચર્ચા કરતા આરસીબીના ચાહકો નિરાશ થયા છે. ચર્ચા દરમિયાન બદ્રીનાથે પૂછ્યું કે, શું આરસીબી આ વર્ષે ચેમ્પિયન બની શકશે?, ત્યારે આ પ્રશ્ન પૂછતાની સાથે જ બંને જોરજોરથી હસી રહ્યા છે. પછી રાયડુ કહે છે કે, મને આરસીબીનો સંઘર્ષ જોવામાં ખૂબ મજા આવે છે.

‘RCB ટ્રોફી જીતે, પરંતુ આ વર્ષે નહીં!’

રાયડુએ કહ્યું કે, ‘હું ઈચ્છું છું કે, આરસીબી એક દિવસ ટ્રોફી જીતે, પરંતુ આ વર્ષે નહીં! વાસ્તવમાં આઈપીએલને એવી ટીમની જરૂર છે, જે સતત આશા જગાવે, પરંતુ તેમાં ખરી ન ઉતરી શકે. આમ થવાથી ટુર્નામેન્ટ વધુ મજેદાર બની જાય છે!’

આજે RCB અને CSK વચ્ચે મેચ

આઈપીએલ-2025માં આજે બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચે મેચ રમાવાની છે. પોતાની પ્રથમ મેચોમાં ચેન્નાઈએ મુંબઈને તો બેંગલુરુએ કોલકાતાને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં બંને ટીમે વચ્ચે આજે જોરદાર ટક્કર જોવા મળવાની છે. મહત્ત્વની વાત એ છે કે, ચેન્નાઈ માટે ચિદમ્બરમ સ્ટેડિયમ હોમગ્રાઉન્ડ છે અને બેંગલુરુ તેને 17 વર્ષથી હોમગ્રાઉન્ડ પર હરાવી શકી નથી.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે, જેમાં ચેન્નાઈએ 21 મેચ અને બેંગલુરુએ 11 મેચ જીતી છે. એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!