best news portal development company in india

બ્રિટાનિયા કંપનીમાં હડતાલના પાંચ દિવસ દરમ્યાન વિવિધ આગેવાનોની દરમ્યાનગીરી બાદ પણ કંપની કે કર્મચારીઓ ટસ ના મસ થવા તૈયાર નથી

SHARE:

– કર્મચારીઓ હડતાલ પર ઉતરવાના કારણે ઉત્પાદન બંધ રહેવાથી કંપનીને મોટું નુકસાન છતાં પગાર વધારા માટે સહમત નથી
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર ૨૩ માં આવેલ બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં પગાર વધારા બાબતે કંપનીના કાયમી કર્મચારીઓ, કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અને કંપની વચ્ચે ભારે ખેંચતાણ ઉભી થવા પામી છે,કર્મચારીઓ દ્વારા હડતાલ કર્યાના આજે પાંચમા દિવસે પણ કર્મચારીઓ પગાર વધારવાની માંગ સાથે કંપનીના મુખ્ય ગેટ બહાર હડતાલ પર બેસી કંપની સામે દેખાવો કરી રહ્યા છે, આ તરફ પાંચ પાંચ દિવસથી કંપનીનું લગભગ ઉત્પાદન બંધ હોવા પછી પણ કંપની તરફથી કોઈ હકારાત્મક વલણ પગાર વધારા બાબતે અપનાવવામાં આવ્યું નથી,તો બીજી તરફ કંપનીમાં કામ કરતા કાયમી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓ પણ કંપનીને પગાર વધારવા બાબતે મચક આપવા તૈયાર નથી,ઝઘડિયાના સામાજિક આગેવાન મિતેશભાઈ પઢીયાર,વૈભવ વસાવા,કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ,ધનરાજ વસાવા વિગેરેનાઓ પણ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની તરફેણમાં આવી કંપની સાથે કર્મચારીઓને વ્યાજબી પગાર વધારો કરી આપવા રજૂઆત કરી હતી પરંતુ પાંચ દિવસથી ઉત્પાદન બંધ હોવા પછી પણ લાખોના નુકસાન વેઠીને પગાર વધારવા બાબતે હકારાત્મક વલણ અપનાવ્યું નથી, જેના પગલે કર્મચારીઓમાં પણ કંપનીના સંચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે, અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના કાયમી ૩૦૦ જેટલા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટની લગભગ ૪૦૦ જેટલી મહિલા કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે.
– લેબર કોન્ટ્રાક્ટર મહિલા કર્મચારીઓને ધમકાવી રહ્યો છે!
ઝઘડિયાની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં પગાર વધારવાની માંગ સાથે હડતાલ પર ઉતરેલા કંપનીના કાયમી કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ એક જૂથ થઈ પગાર વધારાની માંગણી કરી રહ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટમાં કામ કરતી મહિલાઓને લેબર કોન્ટ્રાક્ટર દ્વારા તેમના સોશ્યલ મીડિયાના ગ્રુપમાં ધમકાવી રહયોછે અને મહિલા કર્મચારીઓને એવું કહી રહ્યા છે કે તમારી કાયમ માટે ગેટ પરથી એન્ટ્રી બંધ કરી દઈશું ! જેના કારણે કેટલીક મહિલા કર્મચારીઓ કંપનીમાં ફરજ બજાવી રહી હોવાના અહેવાલ મળ્યા છે!

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!