મહુવા : મહુવા તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં રૂા.૩૮.૪૩ કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.
મહુવા તાલુકા પંચાયતની કચેરીમાં પ્રમુખ દુલાભાઈ ભાલિયાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર અને વર્ષ ૨૦૨૪-૨૫નું સુધારેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ અંગે તાલુકા પંચાયતની વિવિધ સ્વભંડોળને લગતી પ્રવૃત્તિઓની જોગવાઈ કરવામાં આવી હતી. તેમજ સરકારી અને દેવા વિભાગમાં પણ જરૂરી જોગવાઈઓ કરી ચર્ચા-વિચારણાંના અંતે રૂા.૩૮.૪૩ કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં ઉપપ્રમુખ, કારોબારી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, ટીડીઓ, તમામ સભ્યો અને તાલુકા પંચાયતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is