ભરૂચ,
ભરૂચ નગરપાલિકાના વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૪૬.૪૨ કરોડની પુરાંતવાળુ બજેટ સહિત અન્ય એજન્ડા ના મુદ્દે મળેલ સામાન્ય સભા માં બજેટને સર્વાનુમતે મંજૂરની મ્હોર મારવામાં આવી હતી.પણ એક નેશન એક ઈલેક્શનના સમર્થનના ઠરાવને વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર કરાયો હતો.વિપક્ષે તેઓની કેટલીક રજૂઆતોને બજેટમાં સમાવેશ કરાયો ન હોવાનો આક્ષેપ કરી ચર્ચામાં આ મુદ્દા મુકયા હતા.
ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી.જેના પ્રારંભે પાલિકા સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.જે બાદ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ ૨૦૨૫-૨૬ નું ૪૬.૪૨ કરોડની પુરાંત વાળું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે આ વર્ષે વિવિધ ગ્રાન્ટ હેઠળ રંગ ઉપવન, પંડિત ઓમકાર નાથ ઠાકુર કલાભવન નું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટિફિકેશ તેમજ ટ્રાફિક સર્કલ અને રોડના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા જ દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું.તે ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તાર માં ફાયર સ્ટેશન પણ આગામી દિવસોમાં કાર્યાન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડિંગ તેમજ અન્ય માટે પણ જોગવાઈ કરાઇ હોવાનું કહ્યું હતું.
વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદે બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી જે વિકાસ કાર્યો રજૂ કરાયા છે તેને આવકાર્યા હતા પણ તેઓ ધ્વારા લેખિત માં આઠ જેટલા મુદ્દા બજેટમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર ફાટાતળાવ ખાતે પે એન્ડ પાર્ક ની સુવિધાનો જ સમાવેશ કરાયો છે પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે, હોકર્સ ઝોન,રખડતા ઢોરોની સમસ્યા તેમજ ભરૂચ ઓળખ એવા અને ધરતીકંપમાં ધરાશયી થયેલ વિક્ટોરિયા ટાવરના પુનઃ નિર્માણ,પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન, સ્લોટર હાઉસ પુનઃ શરૂ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ જ કરવામાં નથી આવ્યો તો તે અંગે વિચાર કરવા કહ્યું હતું.તેઓએ શાસક પક્ષ ચર્ચાથી દૂર ભાગી રાષ્ટ્રગીત ગાઈને સભાનું સમાપન કરી દેવાતું હોવાનો કટાક્ષ પણ કર્યો હતો.અંતમાં પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ એક નેશન એક ઈલેક્શનના સમર્થન ન ઠરાવનો વિપક્ષી સભ્યોએ વિરોધ કરતા શાસક પક્ષે તેને બહુમતીના જોરે મંજૂરીની મ્હોર મારી હતી.
બજેટ લક્ષી ખાસ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો તો વિપક્ષ માંથી દંડક હેમેન્દ્ર કોઠીવાલા ઉપરાંત સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is