સલમાન ખાન અને રશ્મિકા મંદાના પહેલી વાર ‘સિકંદર’ ફિલ્મમાં એક સાથે જોવા મળશે. આ જોડીને પડદા પર જોવી ચાહકો માટે ખૂબ જ રિફ્રેશિંગ હશે. પરંતુ 31 વર્ષના ઉંમરના તફાવતને કારણે સલમાન અને રશ્મિકા મંદાનાની ઓનસ્ક્રીન જોડી પર સવાલો પણ ઉઠી રહ્યા છે. બીજી તરફ હવે રશ્મિકાએ જણાવ્યું કે, જ્યારે મને સલમાન સાથે ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે મારું પહેલું રિએક્શન શું હતું?
સલમાન સાથે ફિલ્મ કરવા પર શું બોલી રશ્મિકા મંદાના?
એક ઈન્ટરવ્યૂમાં રશ્મિકા મંદાનાએ ફિલ્મ ‘સિકંદર’માં સલમાન ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. એક્ટ્રેસે એ પણ જણાવ્યું કે, ‘જ્યારે મને સલમાન ખાન સાથે ફિલ્મ ઓફર થઈ તો હું ખુદને જ એ સવાલ કરવા લાગી કે, મને સલમાન સાથે ફિલ્મ કેવી રીતે મળી ગઈ. આ સાથે જ હું હેરાન રહી ગઈ હતી.’
સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરવા અંગે રશ્મિકા મંદાનાએ કહ્યું કે, ‘જ્યારે મને પહેલીવાર ‘સિકંદર’ માટે કોલ આવ્યો હતો, તો તે મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક ક્ષણ હતી, કારણ કે પહેલા હું એક્ટર બનવા નહોતી માગતી, પરંતુ કોઈક રીતે બની ગઈ. આ મુકામ પર પહોંચવું, જ્યારે તમને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળે છે, ત્યારે એક એક્ટર તરીકે તમને લાગે છે કે તમે ચોક્કસ સારું કામ કર્યું હશે, કારણ કે જો તમે તે ન કર્યું હોત, તો તમને આ તક ન મળી હોત.’
‘સિકંદર’ માટે રશ્મિકાએ કેમ હા કહી?
‘સિકંદર’ ફિલ્મ કરવા પર રશ્મિકા બોલી કે, ‘જ્યારે મને ‘સિકંદર’ માટે કોલ આવ્યો, ત્યારે મને ખબર હતી કે હું કોમર્શિયલ ફિલ્મો કરવા માગુ છું, પરંતુ મને કોમર્શિયલ ફિલ્મોમાં ડેપ્થ જોઈતું હતું. મને કોમર્શિયલ ફિલ્મોમાં ઈમોશન્સ જોઈતા હતા. એટલા માટે આ ફિલ્મે મને આકર્ષિત કરી. સાજિદ સરે સૌથી પહેલા મને ફિલ્મ માટે કોલ કર્યો હતો. તેમણે મને કહ્યું કે, તારા માટે કંઈક ખૂબ જ એક્સાઈટિંગ છે. તે સમયે મને કાસ્ટ અંગે કંઈ ખબર નહોતી. મેં કહ્યું કે મને નેરેશન જોવા દો. તે સમયે હું બીજા કોઈ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી હતી. જ્યારે મને પહેલી વખત સ્ટોરી નરેટ કરવામાં આવી, તો મને ફિલ્મની સ્ટોરીથી પ્રેમ થઈ ગયો. પછી મેં તેમને સ્ટાર કાસ્ટ વિશે પૂછ્યું. જ્યારે તેમણે સલમાન ખાનનું નામ મેન્શન કર્યું તો હું ખુદને જ સવાલ કરવા લાગી કે, આ ફિલ્મ મારી પાસે કેવી રીતે પહોંચી ગઈ.’
કિસ્મતથી એક્ટર બની રશ્મિકા
રશ્મિકાએ જણાવ્યું કે, ‘હું પહેલા એક્ટર બનવા નહોતી માગતી, પરંતુ મારી કિસ્મતમાં એક્ટર બનવાનું લખ્યું હતું. કેટલીક એવી બાબતો બની કે મારી ઈચ્છા ન હોવા છતાં પણ હું એક્ટર બની ગઈ. મારા માટે એક્ટર બનવાની જર્ની બિલકુલ પણ સરળ નહોતી. અહીં સુધી પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે.’
રશ્મિકાએ સલમાન ખાનના ખૂબ વખાણ કર્યા
રશ્મિકાએ સલમાનના પણ ખૂબ વખાણ કર્યા. રશ્મિકાએ જણાવ્યું કે, સલમાન સેટ પર મારું ખૂબ ધ્યાન રાખતા હતા. સલમાન સર હંમેશા કહેતા હતા કે કંઈક ખાઈ લો. કંઈક પી લો. શું હું તને કંઈક લાવી આપું? આ એવી બાબતો છે જે તમને એક સારા વ્યક્તિ બનાવે છે. મારા માટે એક્ટર્સ કરતાં વધુ માણસો વધુ મહત્વપૂર્ણ છે. આ વસ્તુઓમાં કોઈ દેખાડો નથી હોતો.
સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ‘સિકંદર’ 30 માર્ચના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. એઆર મુરુગાદોસના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ પાસેથી દરેકને ઘણી અપેક્ષાઓ છે. ‘સિકંદર’ને લઈને ચાહકો પણ સુપરએક્સાઈટેડ છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ‘સિકંદર’ બોક્સ ઓફિસ પર કેટલી રેકોર્ડબ્રેક કમાણી કરે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is