– ખેતરમાં 12 ફૂટ મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ડેડીયાપાડા તાલુકાના મગરદેવ ગામે મથુરભાઈ વેસતા ભાઈના ખેતરમાં એક મહાકાય અજગર નીકળ્યો હતો.શિકારની શોધમાં નીકળેલા અજગરે 25 કિલો વજન ધરાવતા આખા આખે શિયાળને ગળી લીધો હતો.12 ફૂટના મહાકાય અજગર શિયાળ ગળી જતા ગામ લોકોમાં ફાફડાટ ફેલાયો હતો.જોકે અજગર પકડનાર યુવાન ભાવિન વસાવાને જાણ કરતા ઘટના તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અજગરને ઝડપી પાડી તેને જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો.આ મહાકાય અજગરને જોવા લોકટોળાં ઉમટ્યા હતા.ડેડીયાપાડા જંગલ વિસ્તારમાં સરીસૃપ પ્રાણીઓ અવાર નવાર દેખા દેતા હોય છે.શિકારની શોધ સાપ અજગર જેવા પ્રાણીઓ ગામમાં ખેતરમાં આવી જતા હોય છે.







