(સંજય પટેલ,જંબુસર)
જંબુસર બીએપીએસ દ્વારા વખતો વખત સામાજિક,ધાર્મિક સહિતના કાર્યો કરવામાં આવતા હોય છે. આજરોજ મંદિર ખાતે ઘરથી શરૂ કરી દેશ અને દુનિયામાં જેમનું દરેક ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન છે,એવી શક્તિ સ્વરૂપા મહિલાઓ માટે મહિલા દિનની ઉજવણી અંતર્ગત નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ, હેડ કોન્સ્ટેબલ પૂર્ણિમાબેન ની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું હતું. જેમાં નીલમબેન ઠક્કર, નાયબ મામલતદાર દર્શનાબેન પરમાર, લલીતાબેન પટેલ,સરોજબેન પટેલ, ભાવનાબેન મિસ્ત્રી,દીપિકાબેન પંચાલ, સુરક્ષા સેતુ ઇન્ચાર્જ રાકેશભાઈ પટણી તથા જંબુસર મહિલા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન પ્રારંભ પ્રાર્થના ધૂન થકી કરાયો અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું તથા પુષ્પ ગુચ્છ થી સન્માનિત કરાયા હતા.
આજના મહિલા સંમેલનનો વિષય પ્રગતિનો પથ..પ્રાપ્તિ, વિશ્વ આજે પ્રગતિના પંથે છે.સમાજે ઘણો વિકાસ કર્યો છે. ત્યારે બીએપીએસ સંપ્રદાયની મહિલાઓના અંતરમાં તેમને પ્રાપ્ત થયેલ પ્રાપ્તિનો રણકાર સંભળાય છે. જીવનના કપરા સમયમાં હિંમત રાખી સ્થિરતા રાખી શકે છે.જે પ્રગટ ભગવાનની પ્રાપ્તિનું બળ છે.ભગવાન સ્વામિનારાયણ નો મહિમા અપાર છે. પ્રાપ્તિના વિચારથી બળ, હિમત, ઉત્સાહ,ઉમંગ રહે છે.અને વિચારમાં વિશ્વાસ સિવાય બીજા કોઈ સાધન કામ આવતા નથી અને અધિક સુખ શાંતિનો અનુભવ થાય છે.
પ્રાપ્તિના વિચારને પ્રતીતિમાં પરિવર્તિત કરી મહંત સ્વામી મહારાજ નો રાજીપો મેળવવા જણાવ્યું હતું. આ સહિત જંબુસર પોલીસ દ્વારા બહેનોને સોશિયલ મીડિયા તથા ક્રાઈમ વધતું જતું હોય મહિલાઓને ઘણી જગ્યાએ સાયબર ક્રાઇમમાં શોષણ થાય છે. તેવા ગુન્હા ન બને અને કોઈ બહેન દીકરીનો ભોગ ના લેવાય તે અંગે સવિસ્તાર માર્ગદર્શન તેમજ સરકાર દ્વારા અમલી મહિલા લગતી હેલ્પલાઇન અંગે માહિતી આપી બેટી બચાવો બેટી પઢાવો અંગે જણાવી મહિલાઓ આજના યુગમાં પુરુષો સાથે કદમથી કદમ મિલાવી ચાલવા અને સમય આવે ઝાંસીની રાણી બનવા અંગે પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતા.તથા બંટીફળીયા મંડળ દ્વારા પરિચય અને પ્રેરણાદાયી સંવાદ રજૂ કરાયો,આ સાથે લીલોતરી બજાર મહિલા મંડળ બહેનોએ મહંત સ્વામીના દર્શન કરતા,હૈયા સૌ હરખાતા ગરબે ઘુમીયા હતા. દીકરીઓ દેશની રોનક છે,દેશનું ગૌરવ છે તે સંસ્કૃતિનું જતન કરશે આ ભારત ભૂમિ દેવોની ભૂમિ છે.ગુરુ હરી મહંત સ્વામી મહારાજ દ્વારા સત્સંગ દીક્ષા ના મુખપાઠ કરવાનું આહવાન કર્યું છે. ત્યારે નાની બાળાઓ દ્વારા સત્સંગ દીક્ષાના સંસ્કૃત શ્લોકો રજૂ કરી સૌને માત્ર મુગ્ધ કર્યા હતા.સદર કાર્યક્રમનું સંચાલન યુવતી મંડળ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે સરસ્વતી બહેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is