ભરૂચ,
ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામ નજીક એક ઈકો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.સદ્દનસીબે કારમાં સવાર ચાલક અને અન્ય મુસાફરોએ સમય સૂચકતા વાપરીને તુરંત જ વાહન છોડી દીધું હતું.જેના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.ઘટનાની જાણ ઝઘડિયા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી અને થોડા સમયમાં આગને બુઝાવી દેવામાં આવી હતી.કોઈ સદ્દનસીબે કોઈ જાનહાની ન થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is