– ભરૂચ સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી
– બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનો પોલીસનો પ્રાથમિક અંદાજ
ભરૂચ,
ભરૂચના દૂધધારા ડેરી થઈને ભોલાવ GIDC માં જવાના માર્ગ પર આવેલી કાંસ માંથી ગતરોજ એક ઈસમના માથાનો ભાગ મળી આવ્યો હતો.ત્યાર બાદ રવિવારના રોજ સવારે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ કાળી પ્લાસ્ટિકની થેલી માંથી મળી આવતા ઘટનાની ગંભીરતા જોઈ ડીવાયએસપી સહિતના અધીકારીઓએ દોડી આવી અન્ય અંગો શોધવાની કવાયત હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના દૂધધારા ડેરી નજીકથી ભોલાવ GIDC માં આવેલી પાણીના નિકાલ માટે બનાવેલી કાંસ માંથી શનિવારના સાંજના સમયે યુકવનું માથું મળી આવ્યું હતું.જેની જાણ સામાજિક કાર્યકરને કરવામાં આવતા તેમની ટીમને સાથે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ સી ડિવીઝન પોલીસ મથકમાં કરતા પોલીસ કાફલો પણ પણ સ્થળ પર દોડી આવ્યો હતો.પોલીસે મૃતદેહનું માથું કાંસ માંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ મોકલી વધુ તપાસ હાથધરી હતી.જોકે પોલીસે રવિવારની વહેલી સવારથી વધુ તપાસ હાથધરી હતી.ત્યારે ગતરોજ જ્યાં માથાનો ભાગ મળ્યો હતો ત્યાંથી થોડાક આગળ કાંસ માંથી કાળી પ્લાસ્ટીકની બેગ માંથી માનવ શરીરનો કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો.જેથી બનાવની ગંભીરતા જોઈ ડીવાયએસપી સી.કે.પટેલ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી યોગ્ય માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવી અન્ય અંગોની શોધખોળ અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથધરી હતી.માનવ શરીરના અન્ય અંગો મળ્યા હોવાની જાણ થતાં જ આસપાસના લોક ટોળા પણ સ્થળ પર ઉમટી પડયા હતા.હાલમાં તો સી ડિવીઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભોલાવ GIDC ની પાણીના નિકાલની કાંસ માંથી પહેલા માનવનું માથું મળવું અને બીજા દિવસે વધુ તપાસ કરતા આજ કાંસ માંથી કમરથી ઘુંટણ સુધીના અંગ કાળી પ્લાસ્ટીકની બેગ માંથી મળી આવતા અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.ત્યારે આ માનવ અંગો કોના છે અને તેનું મર્ડર કરવામાં આવ્યું છે કે શું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is