(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળામાં ચૈત્રી નવરાતત્રીનો પ્રારંભ થતા પ્રાચિન મંદિર મહાકાલી મંદિરે પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.૮ દિવસ ઉપવાસ રાખી નવરાત્રી કરતા ભક્તોની અહીં બાધા આખડી માનતા પુરી થાય છે.આજે ચૈત્રી નવરાત્રીનાં પ્રથમ દિવસે માતાજીનાં દર્શને ભારે ભીડ જામી હતી.
રીયાસતી રાજવીનગરી રાજપીપળામાં રાજા રજવાડા વખતથી બંધાયેલ રાજપીપળા ખાતેનું અતિપ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રિ મેળો ભરાતો આવ્યો છે.ચૈત્ર નવરાત્રી શરૂ થતા ભક્તો મંદિરે દર્શને ઉમટ્યા છે.મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઊમટે છે. પ્રથમ નોરતે જવારાનું સ્થાપના, ઘટસ્થાપન,પૂજન-અર્ચન કરાઈ હતી. સવાર સાંજની બન્ને આરતીમાં ભક્તો ઉમટે છે. આ મંદિરનો પ્રાચીન ઈતિહાસ જાણીતો છે.
મુકેશભાઈ જોશી, પૂજારી એ જણાવ્યું હતું કે ૧૯૪૧ થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રી નો મેળો ભરવાનો શરૂ થયો.ત્યારથી છેલ્લા ૮૪ વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાય છે.અહીંયા કાછીયા પટેલ,દરજી, ધોબી, વાળદ, ભોઇ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર
નવરાત્રીનો હવન તેમજ ઉજવણી ઉત્સવો ઉજવાય છે.ધજા ચડાવાય છે.૯ દિવસ નવરાત્રી દરમ્યાન સવાર- સાંજ નિત્ય આરતીમાં ભક્તોની ભીડ જામે છે.મહિલા ભક્ત ભાવનાબેન સોનીએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રીનું વિશેષ ધાર્મિક મહત્વ છે.નવ દિવસ ઉપવાસ કરીએ છીએ અમારી બાધા માનતા માતાજીનાં દર્શનથી પુરી થાય છે.
રાજપીપળા જ્યારે રીયાસતી રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવીમાં હરસિધ્ધિ મંદિર ઘણું દૂર હતું રાજવીઓ પહેલા હવેલીમાં રહેતા હતા. રાજવી કુટુંબની રાણીઓને મા હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીતરિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદાનશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું.તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી જ રાજવી માતાજીની પજા-અર્ચના કરાઈ હતી.આ મંદિરની બાજુમાં કૂવો આવેલો છે.જે ધર્મ પ્રેમી સ્વ.વિજયસિંહ રાજા મહારાજાના વખતમાં બનેલો કુવો આજે પણ મોજુદ છે.જે અનેક ઔષધીય ગુણોથી ભરેલું હતું. તેથી વિજયસિંહ મહારાજા કુવાનું પાણી પીવા માટે કાવડમાં મંગાવતા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is