(જ્યોતિ જગતતાપ,રાજપીપલા)
સૌથી વધુવાર નર્મદા સ્નાન કરવાનો અને સૌથી વધુ વાર નર્મદાપરિક્રમા કરવાનો વિક્રમ નર્મદા પુત્ર સાંવરિયા મહારાજના નામે છે.
સૌથી વધુ નર્મદા સ્નાન કરનાર નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ દરરોજના ૨૯ વાર નર્મદા સ્નાન કરે છે.
નર્મદા પુત્ર સાંવરિયા મહારાજના જણાવ્યાં અનુસાર નર્મદા સ્નાન કરવા પાછળની મારી ભાવના વિશ્વ કલ્યાણની ભાવના અને સરદાર સરોવરના વિઘ્નોદૂર કરવાની પણ છે.તે ખળખળ વહેતા નર્મદાના પાણીના બિંદુઓ ઓમના બિંદુ સ્વરૂપ બની જાય છે એટલે એમાં સ્નાન કરવાથી શિવમ શિવમ બની જવાય છે.નર્મદા સ્નાન કરનાર ત્યાગી બની જાય છે.મોક્ષની પ્રાપ્તિ થાય છે.
નર્મદા સ્નાનની સાથે સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૦૦૦ થી વધુ વખત પરિક્રમા કરનાર સાંવરિયા મહારાજ ચંપલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે.માત્ર કેસરી પોતડી પહેરીને ધોમધખતા ૪૪ ડિગ્રી ઉઘાડા શરીરે તાપમાં પરિક્રમા કરે તો પણ તેમને લૂ લગતી નથી.બીજું સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.નર્મદા પરિક્રમા દરમ્યાન તેઓ રોજના ૨૯ સ્નાન કરે છે આમ ૩૧ દિવસની પરિક્રમા દરમ્યાન ૯૦૦ થી હજાર વખત નર્મદા સ્નાન કરે છે.એની કોઈ ગણતરી નથી હોતી અને તેમની સાથે બીજા હજારો લોકોને પણ નર્મદા સ્નાન કરાવે છે.એક માત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય છે જયારે નર્મદા સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોઈ લોકો અચુક નર્મદા સ્નાન કરે છે.આ પરિક્રમા ત્રણ વાર કરવાથી ૩૮૫૦ કિમી પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને ૭૧ પેઢી ને મોક્ષ મળે છે.તેથી હાલ ચૈતર માસમાં નર્મદા પરિક્રમા અને નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે.
નર્મદા પુરાણમાં નર્મદા સ્નાનનું અને નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની આવેલી છે ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમાની સાથે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is