ભરૂચ,
ભરૂચ શહેર અને જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રવિવારે સાંજે ઈદનો ચાંદ દેખાયા બાદ બજારોમાં રોનક જામી હતી. લોકોએ એકબીજાને ચાંદ મુબારક પાઠવ્યા હતા.સોમવારે વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે એકત્રિત થયા હતા.નાના-મોટા અને વડીલો નવા કપડા પહેરીને નમાઝ અદા કરવા પહોંચ્યા હતા.તેમણે અલ્લાહ પાસે શાંતિ અને સુખની દુવા માંગી હતી.
જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની મસ્જિદોમાં પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી.નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને મુબારકબાદી પાઠવી હતી. ત્યારબાદ લોકોએ સગા-સંબંધી અને મિત્રોના ઘરે જઈને દૂધ સેવૈયા સહિતની મીઠાઈનો આસ્વાદ માણ્યો હતો. ભરૂચ પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ઈદના આગલા દિવસે શહેરના એ અને બી ડિવિઝન પોલીસે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is