ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં સાતથી વધુ મજૂરના મોત થયા છે. આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગઈ છે. આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની શક્યતા છે. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાનો મામલોમાં માહિતી સામે આવી છે. બોઈલર ફાટવાના આશંકાના પગલે બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટને પગલે આખું ગોડાઉન પણ વેરવિખેર થઈ ગયું છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય પ્રવીણ માળી પણ રાહત અને બચાવની કામગીરીમાં જોડાયા હતા. અત્યાર સુધી ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, તો અન્ય પાંચથી વધુ ઘાયલ થયા છે. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે.
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ માહિતી મળી તે મુજબ બોઇલર ફાટવાથી ઘટના ઘટી છે. જેમાં બિલ્ડીંગ ઘરાશાયી થયું છે. જેની નીચે કેટલાક લોકો દટાયેલા છે. જેમાંથી કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે. પાંચ લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, નગરપાલિકા અને ફાયર આ બધી જ ટીમો હાલ કામ કરી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is