best news portal development company in india

રાજપીપલા ખાતે યુથ પાર્લામેન્ટ વકૃત્વ સ્પર્ધાનું યોજાતા ૪૦ સ્પર્ધકોએ ભાગ લીધો

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત વ્યાયામ પ્રસારક મંડળ રાજપીપળાના હોલ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નર્મદા દ્વારા સંચાલિત યુથ પાર્લામેન્ટ વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધાકોએ ભાગ લીધેલ.અને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ સ્પર્ધાકોને અનુક્રમે ૨૫૦૦૦,૧૫૦૦૦ અને ૧૦૦૦૦ રૂપિયાનો રોકડ પુરસ્કાર તેમજ ચારથી ૧૦ નંબર સુધી આવેલ સ્પર્ધકોને ૫૦૦૦ ઈનામ આપવામાં આવશે.સદર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જાણીતા સાહિત્ય કાર અને લેખક દીપક જગતાપ,ડૉ.વિમલ મકવાણા ઈન્ચાર્જ પ્રિન્સિપલ અધ્યાપન મંદિર રાજપીપળા, ડૉ.ભરતભાઈ પરમાર અધ્યક્ષ ગુજરાતી વિભાગ બિરસા મુંડા યુનિવર્સિટીએ સેવાઓ આપી હતી.કાર્યક્રમમાં ડૉ.હસમુખભાઈ પટેલ ઈન્ચાર્જ પ્રિન્સિપલ છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ, કે જે ગોહિલ કોઓર્ડીનેટર,ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, દિલીપ દેસાઈ જિલ્લા યુવા વિકાસ અધિકારી,દિનેશભાઈ ભીલ જિલ્લા રમત ગમતઅધિકારી,નર્મદા ભરતભાઈ પરમાર, જીગ્નેશભાઈ પટેલ આચાર્ય અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ હાજર રહ્યા હતા.
આ સ્પર્ધામાં ત્રણ વિષયો રાખવામાં આવ્યા હતા. જેમાં ૧) ભારતીય બંધારણના ૭૫ ગૌરવશાળી વર્ષ, ૨) વિકસીત ભારત@૨૦૪૭, ૩) વન નેશન વન ઈલેક્શન વિકસીત ભારત માટે મોકળો માર્ગ વિષયઉપર ૪૦ જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં વિજેતાઓ (૧) અભિષેક સોલંકી (૨) વસાવા અંજલિ બેન શૈલેશભાઈ (૩) તડવી ગોપી બેન ચંપકભાઈ (૪) તડવી યસ્વી પ્રકાશભાઈ (૫) તડવી પ્રતીકકુમાર દિનેશભાઈ (૬) પટેલ આસ્વી (૭) કણબી અંજુ એ (૮)તડવી જયેશ કુમાર દેસાઈ (૯) દેસાઈ દ્રષ્ટિ અશોકભાઈ (૧૦) વસાવા હિતેશા જયેશભાઈ વિજેતા થયા હત.
અંગે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ અને સાહિત્યકાર દિપક જગતાપે વક્તૃત્વ સ્પર્ધામાંકઈ કઈ મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની મહત્વની બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!